- મરીયમપુરા વોર્ડ નંબર-3 ના રહીશોએ કરી રજૂઆત
- 50થી વધુ પરિવારની મહિલાઓએ આપ્યું આવેદનપત્ર
- રસ્તા અને ગટરના પાણીના નિકાલ સહિત પ્રાથમિક જરૂરીયાતોની કરી માગણી ખંભાતના મરીયમપુરા વિસ્તારના રહીશોએ પ્રાથમિક જરૂરીયાતો અંગે આવેદનપત્ર આપ્યું
આણંદ: ખંભાતમાં વોર્ડ નંબર-3 મરીયમપુરા હુસેની પાર્ક સોસાયટીમાં ગટરલાઈનની સુવિધાઓ ઉપરાંત આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નથી. આ અંગે આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી છતાં પણ કોઈ પરિણામ ન મળતા આખરે આ વિસ્તારની 50થી વધુ મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાયાના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરવા જણાવ્યું હતું. તેમજ તાત્કાલિક ધોરણે જો આ પ્રશ્નોનું સમાધાન ન થાય તો નગરપાલિકા બહાર ધરણા કરવાની પણ મહિલાઓ ચીમકી ઉચ્ચારી હતી.