- NCP મહિલા પ્રમુખ રેશમા પટેલે MLA પાટીલને પ્રજાની માફી માગવા કરી માગ
- ભાજપ અને ભાજપી નેતાઓ પર કર્યા આકાર પ્રહાર
- માફી માગો નહીં તો સવિનય કાનૂન ભંગની ઉચ્ચારી ચીમકી
આણંદઃ ધારાસભ્ય સંગીતા પાટીલના નિવેદનને વખોળતો રેશમા પટેલનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. સંગીતા પાટીલ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે.
ભાજપ અને ભાજપી નેતાઓ પર કર્યા આકાર પ્રહાર
આ વીડિયોમાં રેશમા પટેલ દ્વારા MLA સંગીતા પાટીલના નિવેદનને વખોડી કાઢતાં રાજ્ય પોલીસ વડા પ્રજા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સંબોધીને અપીલ કરવામાં આવી છે. જે અંગે રેશમા પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના એમએલએ સંગીતા પાટીલના વિવાદાસ્પદ નિવેદનને લઇ પ્રજામાં જાગૃતિ લાવવા માટે પોલીસમાં પ્રજાલક્ષી કામો થાય અને સત્તાપક્ષના દબાણમાં આવી પોલીસ કામ ન કરે તે અંગે જાગૃતતા લાવવા માટે આ વીડિયો તેમણે બનાવ્યા હોવાની જાણકારી આપી હતી.