ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 'લેક્ટોઝ ફ્રી મિલ્ક'નું સંશોધન કરાયું

આણંદઃ આણંદ કૃષિ યુનિવર્સિટી સ્વદેશી ટેકનોલોજીની મદદથી કિંમતમાં સસ્તું અને પચવામાં સરળ લેક્ટોઝ ફ્રી મિલ્ક તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા ભારતમાં ડેરીઓને લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદનની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ એસ.એમ.સી કોલેજ ઓફ ડેરી સાયન્સના પ્રયત્નો થકી હવે દેશમાં જ તેનું ઉત્પાદન કરી શકાશે.

આણંદ

By

Published : Jul 31, 2019, 12:23 PM IST

Updated : Jul 31, 2019, 2:31 PM IST

વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે ભારત અગ્રતા ક્રમે છે. દૂધને પૂર્ણ પોષક આહાર તરીકે લોકો ઉપયોગમાં લેતા હોય છે. અનેક પ્રકારના પ્રોટીન આપતું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, પરંતુ વર્તમાન સમયમાં દૂધને પચાવવાની ક્ષમતા દિનપ્રતિદિન લોકોમાં ઘટી રહી છે, તેવુ તબીબી કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે દૂધ ન પચવાની પાછળનું કારણ તેમાં રહેલ લેક્ટોઝ બેક્ટેરિયા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા 'લેક્ટોઝ ફ્રી મિલ્ક' નું સંશોધન

આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સના વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી દૂધ "લેક્ટોઝ ફ્રી મિલ્ક" તૈયાર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કંપનીઓને લેક્ટોઝ ફ્રી દૂધના ઉત્પાદન માટેની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતુ હતુ. ખાસ કરીને દેશના મોટાભાગના ડેરી ઉત્પાદકો ડેનમાર્ક જેવા દેશો પર કુત્રિમ રીતે વિકસાવેલ એન્ઝાઈમ આયાત કરીને લેક્ટોઝ ફ્રી દૂધ તૈયાર કરે છે. લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવા માટે ડેરીઓને એન્ઝાઈમને કેમિકલ સાથે મિશ્રણ કરવા માટે પણ વિદેશથી આયાત કરવા પર નિર્ભર રહેવું પડતું હતું. વિદેશી ટેકનોલોજી પર આધારિત આ સમગ્ર પ્રક્રિયા ઘણી ખર્ચાળ હતી. લેક્ટોઝ ફ્રી દૂધ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની લેબોરેટરીમાં જ સંશોધન હાથ ધરાયું હતું. જેમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે. જેથી હવે ડેરીઓએ સ્વદેશી ટેકનોલોજીથી લેક્ટોઝ ફ્રી દૂધ તૈયાર કરી શકશે અને દેશના 70 ટકા વ્યક્તિઓને તેનો લાભ મળશે.

દેશમાં અનેક લોકોને દૂધ પાચન કરવામાં મુશ્કેલી પડે છે. જેનું મુખ્ય કારણ લેક્ટોઝ હોવાનું તબીબી સંશોધનમાં સામે આવ્યું છે. દુધમાં રહેલું લેક્ટોઝને પાચન કરવામાં લોકોને અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેથી આ સમસ્યાનું નિરાકરણ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવ્યું છે. જે થકી ભવિષ્યમાં ડેરી ઉદ્યોગમાં ખૂબ મહત્ત્વપૂર્ણ બદલાવ આવી શકે તેવી સંભાવનાઓ છે.

Last Updated : Jul 31, 2019, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details