- ગુરુવારના રોજ રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી જાહેરાત
- ધો. 1થી 9ને માસ પ્રમોશન, બોર્ડની પરીક્ષાઓ મોકૂફ
- ETV Bharat દ્વારા આણંદના વાલીઓનો અભિપ્રાય જાણ્યો
આણંદ: ETV Bharat દ્વારા સરકારના આ નિર્ણય અંગે આણંદના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાલીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થી તરીકે પોતાની ક્ષમતાઓને ચકાસવા માટે પરીક્ષાના મહત્વને સમજીને વાલીઓ દ્વારા સરકાર સમક્ષ ઓનલાઇન પરીક્ષા યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વાલીઓએ બાળકોના સ્વાસ્થની ચિંતા કરતા સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
સરકારના માસ પ્રમોશનના નિર્ણય પર આણંદના વાલીઓની પ્રતિક્રિયા રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની LIVE UPDATE મેળવવા અહીં ક્લિક કરો
બોર્ડની પરીક્ષાના 15 દિવસ અગાઉ જાહેરાત કરાશે
વધતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખીને માસ પ્રમોશન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષા લીધા વગર આગળના ધોરણમાં મોકલી આપવામાં આવશે. આ સિવાય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પણ મે મહિનામાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાઓ સરકાર દ્વારા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રાખવામાં આવી છે. આ સાથે જ્યારે પણ પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે, ત્યારે પરીક્ષાના 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે.