- રવિ પૂજારીના Borsad Courtએ7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કોર્પોરેટર પર ફાયરિંગના ગુનામાં Ahmadabad Crime Branch દ્વારા તપાસ
- સરકારી વકીલ રાજેશ શાસ્ત્રી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ
આણંદ :બોરસદના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કરીને હત્યા કરવાના પ્રયાસ અંગે થયેલી ફરિયાદમાં રવિ પૂજારીને બોરસદ કોર્ટ (Borsad Court)માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmadabad Crime Branch) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બોરસદ કોર્ટ (Borsad Court) દ્વારા ફરિયાદી પક્ષે સરકારી વકીલ રાજેશ શાસ્ત્રી અને આરોપી પક્ષે બેંગ્લોરના વકીલ દિલરાજ રોહિતની Online દલીલો સાંભળી હતી.
આ પણ વાંચો : ગેંગસ્ટર રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આરોપી પક્ષના વકીલ દ્વારા આરોપીના સવાસ્થ અંગે દલીલો કરાઇ
સરકારી વકીલ દ્વારા કુખ્યાત રવિ પૂજારીના ગુનાહિત ઇતિહાસ અને કેસની ગંભીરતાને કોર્ટના ધ્યાને મુકવા સાથે કુખ્યાત રવિ પૂજારીને 14 દિવસના રિમાન્ડ માટે માંગણી કરવામાં આવી હતી. જે સામે આરોપી પક્ષે વકીલ દિલરાજ રોહિત દ્વારા આરોપી રવિ પૂજારીના સવાસ્થ અંગેની દલીલો કરવામાં આવી હતી.
બોરસદ એડિશનલ સિવિલ કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર