ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદઃ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરાય છે રાશન કીટનું વિતરણ - Society of St. Wilson Digpol

આણંદ શહેરને અડીને આવેલા ચાવડાપૂરાના એક સેવાભાવી ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક અનોખો સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો છે. સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામા આવી રહ્યુ છે.

સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું કરાયુ વિતરણ
સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું કરાયુ વિતરણ

By

Published : Dec 23, 2020, 9:03 PM IST

Updated : Dec 23, 2020, 9:31 PM IST

  • માનવ સેવા એજ પરમ ધર્મના સૂત્રને સાકાર કરતું આણંદનું ટ્રસ્ટ
  • છેલ્લા પાંચ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું કરે છે વિતરણ
  • નાતાલ પર્વને લઈ વિશેષ કીટનું કર્યું વિતરણ

આણંદઃ શહેરમાં જીટોડીયા રોડ પર આવેલા ચાવડાપૂરા વિસ્તારમાં સોસાયટી ઓફ સેન્ટ વિલ્સન ડીગપોલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આણંદ તાલુકાના આસપાસના 7 ગામમાં રહેતા 35 જરૂરીયાત મંદ પરિવારોને આ સંસ્થા થકી દર મહિને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે, કરિયાણું, કપડા, દવાઓ વગેરે પહોંચાડી માનવ સેવા કરવામાં આવી રહી છે. આ સંસ્થા આણંદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષથી સેવા કાર્યો માટે જાણીતી બની છે. જે અંદાજે દોઢસો વર્ષથી વૈશ્વિક સ્તરે કેથલિક ધર્મસભાના સંગઠનનો એક ભાગ છે, ગુજરાતમાં આ પ્રકારના 44 જેટલા યુનિટ માનવ સેવાના કાર્યો સાથે સંકળાયેલા છે.

અનાજની કીટ

દર મહિને નિયત કરેલા પરિવારોને પહોંચાડવામાં આવે છે સહાય કીટ

નાતાલ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જીટોડીયાની આ સંસ્થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને તેલ, ઘઉં, ચોખા, સાબુ, ઘી, કપડા, રૂમાલ, મરી મસાલા, નમકીન તથા કેક અને મીઠાઈ સાથેની 26 વસ્તુઓની સહાય કીટ બનાવી આણંદ તાલુકાના સાત ગામોમાં નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અવિરત દર મહિને નિયત કરેલા પરિવારોને આ સહાય કીટ પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ આગામી દિવસોમાં નાતાલનો પર્વ આવતો હોય આ વખતે વિશેષ પ્રકારની કીટ બનાવી જરૂરિયાતમંદોમાં વિતરણ કરી તેમને મદદરૂપ થવાનો પ્રયત્ન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

રૂપિયા 70,000ના ખર્ચે આ તમામ કીટ તૈયાર કરવામાં આવી

ટ્રસ્ટના સભ્ય જયંતીભાઈ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમનું ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના માનવતાના કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે કે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી માનવ ધર્મ નિભાવી નાગરિકોને મદદરૂપ થવું. જેને લઇ આ સેવાકાર્ય ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લાના નાવલી, જીટોડીયા, નાપાડ, નાપા, વસખેલીયા સહિતના સાત ગામમાં આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોનું લિસ્ટ બનાવી તેમને નિયમિત રાશન અને જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે. આ કીટમાં 26 વસ્તુઓનો સમાવેશ કરવામા આવ્યો છે, જેની એક કીટની અંદાજીત કિંમત 1900 થી 2000 રૂપિયા જેટલી થાય છે, આ મહિને 70,000 રૂપિયાના ખર્ચે આ તમામ કીટ તૈયાર કરવામાં આવી છે.

માનવ સેવા એજ પરમ ધર્મના સૂત્રને સાકાર કરતું આણંદનું ટ્રસ્ટ
Last Updated : Dec 23, 2020, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details