ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો

જિલ્લામાં મેઘરાજાએ મહેર વર્ષાવી છે. છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદી માહોલમાં પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી હતી.

જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો
જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો

By

Published : Aug 10, 2020, 3:21 PM IST

આણંદ: છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. ચિંતાનું કારણ હતું ખેતી માટે અપૂરતો વરસાદ અને અનિયમિત બનેલા વરસાદના કારણે ખેડૂતોનો બહુમુલો પાક ખેતરમાં સુકાઈ રહ્યો હતો, પરંતુ આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેથી ચોતરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી.

જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો
જિલ્લામાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ ખંભાત પંથકમાં નોંધાયો હતો. શહેરમાં 5.5 ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ સાથે જ આણંદમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી શહેરી વિસ્તારના નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયાની ઘટનાઓ પણ બની હતી. બીજી તરફ આણંદના હાર્દ સમા આણંદ વિદ્યાનગર રોડ પર પાણી ભરાઈ જવાના કિસ્સા પણ સામે આવ્યા હતાં, ત્યારે તારાપુર, પેટલાદ, ઉમરેઠ, આંકલાવ, બોરસદ, સોજીત્રા વગેરે તાલુકામાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ઉમંગ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details