આણંદઃ જ્યારે સરકાર દ્વારા લોકડાઉન વધારવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉનમાં દિવસોમાં ભલે વધારો થયો હોય પણ દેશમાં પશુપાલકો કે અમુલની પ્રોડક્ટ ખરીદતા ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. આર.એસ.સોઢીએ જણાવ્યું હતું.
લોકડાઉનમાં અમુલ પ્રોડક્ટ ખરીદતા ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: સોઢી - extension of lockdown
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં લોકડાઉનને 3 મેં સુધી લંબાવવામાં આવ્યું છે, જેને લઇ દેશવાસીઓ જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા પડાપડી ન કરે તે માટે અમુલ ફેડરેશનના એમડી ડૉ. આર.એસ.સોઢીએ નિવેદન આપ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમુલ ફેડરેશન નિયમિત રીતે દૂધ અને દૂધની બનાવતો નિયમિત માર્કેટના સ્ટોરમાં પહોંચાડી રહ્યાં છે, પશુપાલકો પાસેથી નિયમિત દૂધ લઈ 80 પ્લાન્ટમાં પ્રોસેસિંગ કરી માર્કેટમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. અંદાજિત બે કરોડ લીટર દૂધ અમૂલ દ્વારા રોજ પશુ પાલકો પાસેથી એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જેથી અમુલ દૂધ અને તેની બનાવટોની જરૂરિયાત કરતા વધારે જથ્થો ગ્રાહકોએ ન ખરીદવો જોઈએ. બજારમાં દૂધ અને તેની બનાવટોની કોઈ જ પ્રકારની અછતનું સર્જન થવાનું નથી માટે ગ્રાહકોએ ચિંતિત થવાની જરૂર નથી.