- જિલ્લાના જનસેવા કેન્દ્રો 12 એપ્રિલના રોજ બંધ રાખવામાં આવશે
- કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
- મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર રહેશે બંધ
આણંદઃ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં અને શહેરમાં કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેને લઇને વાઇરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.