આણંદ:સરદાર પટેલ યુનિવર્સિટીની (Sardar Patel University )પૂર્વ વિદ્યાર્થી અને અનુ.ઈલેકટ્રોનિકસ વિભાગના પૂર્વ પ્રોફેસર, વિદ્યાનગરની સિકાર્ટ લેબના સ્થાપક અને ફલોરિડાની યુનિવર્સિટીમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કાર્યારંભ કરનાર પ્રો.નિર્મલ પટેલ વિદ્યાનગરના લોક વિજ્ઞાન કેન્દ્રના(Folk Science Center of Vidyanagar) મહેમાન બન્યા હતા. તેઓએ શાળાના(Student interest in science) વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચોઃસરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે
ઓર્ડર સેન્સર વિષયમાં અમેરિકન પેટન્ટ મેળવી -ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ડિફેન્સના પ્રોજેકટનું ફંંડીગ મેળવનાર પ્રો.નિર્મલ પટેલે ગેસ સેન્સર અને ઓર્ડર સેન્સર વિષયમાં અમેરિકન પેટન્ટ મેળવી છે. તેઓએ બનાવેલ ઓઝોન સેન્સરનો સમૂહ છેલ્લા આઠ વર્ષથી પ્રતિ વર્ષ નાસા થકી આકાશમાં સ્ટ્રેટોસ્ફિયરમાં બલુનમાં ટેસ્ટીંગમાં મૂકવામાં આવે છે અને તે દ્વારા ડેટા મેળવવામાં સફળ થયા છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ તેની પેટન્ટ ફાઈલ થઈ હતી.
આ પણ વાંચોઃહવે ટોપી કરાવશે કોરોના ગાઇડલાઇનનું પાલન, સરદાર પટેલ યુનિવર્સિટીના છાત્રોએ બનાવી Social distancing cap
ગોખીને નહીં પરંતુ પ્રયોગ કરી -લોકવિજ્ઞાન કેન્દ્ર વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેઓએ કન્ડનસેટેન વિશે જાણકારી આપીને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ જાગે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેઓએ વર્તમાન આધુનિક ટ્રેન્ડ મુજબ વિજ્ઞાનના નિયમો ગોખીને નહીં પરંતુ પ્રયોગ કરી, છણાવટ કરીને શીખવાય તે વિવિધ દૃષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. લોકવિજ્ઞાન કેન્દ્રના માનદ્દ નિયામક ડો.વિભા વૈષ્ણવે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો