આણંદ: જિલ્લા કલેકટર આર.જી. ગોહિલે જિલ્લામાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં ઉભી થનાર સ્થિતિ સામે પર્યાપ્ત આરોગ્ય સુવિધાની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઉભી થતી સ્થિતિને ધ્યાનમાં રાખીને બોરસદ-તારાપુર રોડ પર આવેલી અંજલી હોસ્પિટલને ડેજીકનેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.
આણંદના બોરસદની ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ - આણંદ કલેક્ટર કચેરી
આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલને આઇ.સી.યુ. અને સામાન્ય સારવારના બેડ સાથે કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. જેથી બોરસદમાં પણ કોરોનાની સારવાર લોકોને મળી શકશે.
![આણંદના બોરસદની ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:41:08:1594447868-gj-and-the-private-hospital-from-borsad-was-opened-as-covid-care-hospital-dry-7205242-11072020094328-1107f-1594440808-6.jpg)
આણંદ: બોરસદની એક ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનમાં આવી
આ આધુનિક અને સગવડ સુવિધા સાથે અંજલી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા છે, જેનાથી 70 બેડ સામાન્ય છે અને 35 બેડ આઇ.સી.યુ.માં છે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત આણંદમાં બીજા 130 બેડ આણંદ જનરલ હોસ્પિટલ, વાસદ આરોગ્ય કેન્દ્ર અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખંભાત અને કૃષ્ણ હોસ્પિટલ પણ પહેલેથી કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.
જો કે, હવે આ વધુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણના, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓને સારવાર માટે સુવિધાયુક્ત વ્યવસ્થા મળી રહે.