ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરસદની સબજેલમાંથી કેદી ફરાર, પોલીસે કેદીને પકડવા ચક્રો કર્યા ગતિમાન - બોરસદની સબજેલ

આણંદ: આંકલાવ તાલુકાના નાનાપુરા ગામમાં રહેતો જય સોલંકી સગીરાના અપહરણના મામલે બોરસદની જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ આરોપી ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થયો હતો. જે અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

etv bharat anand

By

Published : Sep 18, 2019, 9:07 AM IST

આંકલાવ તાલુકાના નારપુરા ગામના ઘડિયા ભાગમાં રહેતો જયેશ ભરતભાઈ સોલંકી સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે આંકલાવ પોલીસે તેની ધરપકડ કરી બોરસદની સબજેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરજ પરના ગાર્ડને ચકમો આપીને ફરાર થયો હતો. આ ઘટનાની જાણ બોરસદ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સબજેલમાં ધસી આવ્યો હતો અને ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા જયેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બોરસદની સબજેલમાંથી 6 દિવસમાં જ કેદી ફરાર

બોરસદ સબ જેલમાંથી કેદીઓ અવાર-નવાર ફરાર થઇ જતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ અગાઉ વર્ષ 2004માં રાત્રિના સુમારે બે પોલીસ જવાનો ઉપર હુમલો કરી સબ જેલ તોડીને 10 કેદીઓ ફરાર થયા હતા. જેમાંથી પોલીસે 6 કેદીને ઝડપી પાડ્યા છે. પરંતુ ચાર કેદી હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાને લઇ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે ઘટનાની ગંભીરતા જોતા જે તે સમયના તત્કાલીન ગૃહરાજ્યપ્રધાન અમિત શાહ બોરસદની જેલ ખાતે દોડી આવ્યા હતા. બોરસદમાં અવારનવાર કેદી ફરાર થઇ જવાની ઘટના કારણે ક્યાંકને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાની વાત લોકમુખે ચર્ચાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details