અગાઉ પ્રતિ દિવસના અમુલ ડેરીમાં ત્રણ જીલ્લાઓમાંથી કુલ 30 લાખ લીટર દૂધ આવતું હતું. જેની જગ્યાએ હાલમાં આ દૂધની આવક પ્રતિ દિવસ માત્ર 21 લાખ લીટર પર આવી પહોંચી છે. જેના કારણે પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા મહીને અમુલ દ્વારા પશુપાલકોની દૂધ ઉત્પાદનની સ્થિતિનો તાગ મેળવી ત્રણ વખત ક્રમશઃ 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. છતાં પણ સતત લીલા ઘાસચારાની તંગી તથા કેટલફીડના ભાવમાં થતા વધારાના કારણે પશુપાલકો દ્વારા દુધના ભાવમાં વધારાની અવાર નવાર રજુઆતો અમુલ ડેરીમાં કરવામાં આવતી હોવાથી આજે અમુલ ડેરીના ચેરમેન દ્વારા દુધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ દૂધની ખરીદ કિંમતમાં થયો વધારો, જાણો શું છે વધારાના કારણો - milk
આણંદ: છેલ્લા બે મહિનામાં પડેલી ગરમીને કારણે અને ઘાસચારાના ભાવમાં આવેલા જંગી વધારાને કારણે આણંદ ખેડા અને મહીસાગર જીલ્લાના દૂધની આવકમાં ઘણો મોટો ઘટાડો થયો હતો અને ભાવમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ ડેરી અત્યાર સુધી ગાયના દૂધના પ્રતિ કિલોફેટે 640 રૂપિયા અને ભેંસના દૂધમાં 660 રૂપિયા પશુપાલકોને ચુકવતી હતી. જે હવેથી ક્રમશઃ 660 ગાયના દૂધના તથા 690 રૂપિયા પ્રતિ કિલોફેટે પશુપાલકોને ચુકાવશે એટલે કે ગાયના દૂધમાં 20રૂપિયાનો કિલોફેટે વધારો કરવામાં આવ્યો જ્યારે ભેંસના દૂધમાં 30 રૂપિયાનો પ્રતિ કિલોફેટે વધારો કરવામાં આવ્યો છે.
અમૂલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને કારણે પ્રતિ માસ અમુલ ડેરી પર 11 કરોડ 82 લાખનું ભારણ થશે જે વાર્ષિક 106 કરોડ 41 લાખને આંબી જશે.