- ખંભાત પાલિકાના પ્રમુખ પદે કામિની ગાંધીની નિમણૂક કરવામાં આવી
- ખંભાત પાલિકાના ઉપપ્રમુખપદે વિજયસિંહ પરમાર (રાજભા)ની નિમણૂક કરાઈ
- ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હર્ષદ સિંધા તથા ઉપપ્રમુખ પદે ધર્મિષ્ઠા પટેલની નિમણૂક કરાઈ
આણંદઃ ખંભાત નગરપાલિકાના યોજાયેલા પ્રથમ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 18 અને 4 અપક્ષ મળીને કુલ 22 સભ્યો સાથે ભાજપને બહુમતિ મળી હતી. ખંભાત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડવામાં આવ્યું હતું. ખંભાત તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના 19 સભ્યો સાથે ભાજપની બહુમતિ થતાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડવામાં આવ્યું હતું. નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી હતી અને ચૂંટાયેલા તમામ સભ્યોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ