- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
- ભારતીય જનતા પાર્ટી દ્વારા માઈક્રો મેનેજમેન્ટ સિસ્ટમ ઉભી કરાઈ
- પેજ સમિતિ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ
- સંગઠન અને કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં થશે મદદરૂપ
આણંદઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદમાં 6000 જેટલી પેજ સમિતિની રચના કરીને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે. આ અંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ચૂંટણી નિરીક્ષક અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ETV BHARAT સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની સૂચના પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકરોએ મતદાર યાદીના પેજ પ્રમાણે પેજ સમિતિ દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અને મતદારો સુધી પહોંચવામાં સરળતા ઉભી કરવાના તાત્પર્યથી પેજ સમિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યાં પ્રમાણે મતદાર યાદીમાં એક પેજમાં 30 મતદારો હોય છે. જેમાંથી દરેક પેજમાંથી ઓછામાં ઓછા 5 મતદારોના ફોટો સાથે પેજ સમિતિનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં ઘણા કિસ્સામાં 5 થી વધારે સભ્યો સાથેની પેજ સમિતિ બનાવવામાં આવતી હોય છે.
મહિલાઓને પેજ સમિતિમાં પ્રાધાન્ય આપીને યાદી તૈયાર કરવામાં આવી