આણંદ:આણંદમાં ભરાયેલા પ્રી વાઈબ્રન્ટ સમિટમાં (Pre Vibrant Summit in Anand) વિવિધ ખેતી અને ખેડૂતો સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને સંસ્થાઓ દ્વારા એક્ઝિબિશનમાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં સુરત APMC દ્વારા (Surat APMC initiates)દેશમાં પ્રથમ કહી શકાય તેવી વિશેષ પ્રકાર ઉભી કરેલી સુવિધા વાળા પ્રોડકશન લાઇન થકી બનાવેલ પેદાશો કે જેમાં ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ગુણવત્તા યુક્ત ખેતપેદાશોની ખેડૂત પાસેથી સીધી ખરીદી કરી તેમાં મૂલ્યવર્ધન કરી તેને (value addition chain for farmers)સીધી ગ્રાહક સુધી પહોંચાડવાના નવતર પ્રયોગ તરીકેના કોન્સેપટ સાથેની એક પહેલ શરૂ કરવામાં આવી હતી,Apmcની અદ્યતન પ્રોડકશન લાઇનમાં ઉત્પન કરવામાં આવેલી પેદાશો સાથેનો સુરત APMCનો સ્ટોલ એક્સ્પોની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પણ વાંચો: