ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ: કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાનની શક્યતા - Increase farmers' anxiety

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ચરોતર પંથકમાં તમાકુની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં પણ માવઠાને કારણે વધારો થયો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ ખેડૂતોને ચિંતિત કર્યા છે. આણંદ જિલ્લામાં આશરે 60 હજાર હેકટર જમીનમાં તમાકુના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સારા પાકની આશા રાખીને બેઠેલા ખેડૂતો કમોસમી વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે.

કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

By

Published : Dec 12, 2020, 4:57 PM IST

  • રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો
  • આણંદ જિલ્લામાં 60 હજાર હેકટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું
  • સારા પાકની આશા રાખીને બેઠેલા ખેડૂતો ચિંતામાં મુકાયા

આણંદ: ચરોતર પંથકને સુવર્ણ પર્ણના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની જમીન તમાકુના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારને સુવર્ણના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ગત બે દિવસથી કમોસમી વરસાદના કારણે તમાકુની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતામાં વધારો થયો છે અને તમાકુના પાકને નુકશાન થાય તેવી શકયતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.

કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાનની શક્યતા

60 હજાર હેકટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું

આણંદ જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે 60 હજાર હેકટરમાં તમાકુના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. તમાકુમાં અન્ય ખરીફ પાક કરતા વધારે આવક મળતી હોવાથી મોટાભાગના ખેડૂતો દ્વારા ખેતી માટે તમાકુના પાકની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કહેર અને ત્યારબાદ બાદ શિયાળામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુસકાન સહન કરવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે.

કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાનની શક્યતા

સરકાર પાસે મદદની આશા

સામાન્ય રીતે તમાકુને શિયાળાનું વાતાવરણ અનુકૂળ આવે છે. જોકે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલો પલટો અને તેના કારણે પડી રહેલા કમોસમી વરસાદને કારણે તમાકુનો કસ ધોવાઈ જવાની શકયતા ઉભી થઈ છે. આ અંગે આણંદના વઘાસી ગામના ખેડૂત ચંદુભાઈ પરમારે માવઠા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વર્ષે કોરોનાએ ખેડૂતોની હાલત ખરાબ કરી હતી. હવે તમાકુની ખેતીમાં સારી આવક મેળળવવાની ખેડૂતોએ આશા રાખી હતી. પરંતુ શિયાળામાં થયેલું માવઠું તમાકુને નુકસાન પહોંચાડે તેવી સંભાવના વધી ગઈ છે. જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જો આ ખેતી નિષ્ફળ નીવડે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી શકે છે. જેથી ખેડૂતોને મદદ કરવા સરકાર આગળ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

કમોસમી વરસાદથી તમાકુના પાકને નુકસાનની શક્યતા

ABOUT THE AUTHOR

...view details