ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરીયા ગામમાં આવાતીકાલે ફરી યોજાશે મતદાન: જાણો કયા કારણે લેવાયો આ નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્ય ભરમાં પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જીત પ્રાપ્ત કરેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યા અને ઉજવણીઓ પણ કરી પરંતુ તેનાથી વિપરીત આણંદ જિલ્લા પંચાયતની 35-સિહોલ બેઠક કે જ્યા હજુ સુધી કોઈએ વિજય ઉત્સવ ઉજવ્યો નથી અને આ બેઠક પર ગણતરી પૂર્ણ થયાના 36 કલાક બાદ પણ તંત્ર પરિણામ જાહેર કરી શક્યું નથી.

બોરીયા
બોરીયા

By

Published : Mar 3, 2021, 10:04 PM IST

  • આણંદ જિલ્લા પંચાયતની સિહોલ-35 બેઠકનું પરિણામ પેન્ડિં
  • બોરીયા બૂથના EVMનું લોક ન ખુલતા પરિણામ રહ્યું હતું પેન્ડિંગ
  • ટેક્નિકલ ક્ષતિ ઉદ્ભવતા EVM ટેક્નિકલ એન્જીનિયરની ટીમ પહોંચી હતી ગણતરી મથકે
  • ક્ષતિનું સમાધાન ન થતા પુનઃ યોજાશે મતદાન
  • 4 માર્ચે યોજાશે બોરીયા 1 બૂથનું પુનઃ મતદાન
  • 5 માર્ચે થશે પરિણામ જાહેર

આણંદઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્ય ભરમાં પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જીત પ્રાપ્ત કરેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યા અને ઉજવણીઓ પણ કરી પરંતુ તેનાથી વિપરીત આણંદ જિલ્લા પંચાયતની 35-સિહોલ બેઠક કે જ્યા હજુ સુધી કોઈએ વિજય ઉત્સવ ઉજવ્યો નથી અને આ બેઠક પર ગણતરી પૂર્ણ થયાના 36 કલાક બાદ પણ તંત્ર પરિણામ જાહેર કરી શક્યું નથી.

બોરીયા

ખામી સર્જાતાં પરિણામ જાણી શકાયું નથી

28-2-2011ના રોજ યોજાયેલા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં સમાવિષ્ટ આણંદ જિલ્લા પંચાયતની 35–સિંહોલ મતદાર મંડળમાં સમાવિષ્ટ મતદાન મથકન–1, બોરીયા-1માં ઉપયોગમાં લેવામાં આવેલા કંટ્રોલ યુનિટને S-77584 2.3.2011ના રોજ મતગણતરીની પ્રક્રિયા દરમિયાન ખામી સર્જાતાં પરિણામ જાણી શકાયું નથી.

ચૂંટણી અધિકારી દ્વારા કંપનીના એન્જીનિયરને બોલવામાં આવ્યા

આ બાબતે ચૂંટણી અધિકારી દ્વારા કંપનીના એન્જીનિયરને બોલવામાં આવ્યા હતા. એન્જીનિયર દ્વારા ચકાસણી કરાવતાં તેમના દ્વારા આપવામાં આવેલા રીપોર્ટની વિગતે ટેકનિકલ ખામીના કારણે બોરીયા-1 મતદાન મથકમાં ઉપયોગમાં લેવામાં આવેલા કંટ્રોલ યુનિટ (સી.યુ)ને S-77584 માંથી પરિણામ મળી શકે તેમ નથી. મહત્વનું છે કે, 35–સિંહોલ જિલ્લા પંચાયત મતદાર મંડળની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના હરીફ ઉમેદવારોને બોરીયા-1 મતદાન મથક સિવાયના મતદાન મથકોમાંથી

બોરીયા
  • કોકીલાબેન મહેશભાઈ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 8814 મત મળેલા છે
  • નિતાબેન જયેશ કુમાર સોનારા ભારતીય જનતા પાર્ટી 8357 મત મળેલા છે
  • આ જોતા બન્ને ઉમેદવારોને મળેલા મતો વચ્ચેનો તફાવત 457 મતોનો રહે છે

રાજ્યચૂંટણી આયોગને દરખાસ્ત કરેલી

બોરીયા-1 મતદાન મથકમાં કુલ 593 મતદાન થયેલા છે. જ્યારે હરીફ ઉમેદવારો વચ્ચે 457 મતોનો તફાવત હોઈ વિજેતા ઉમેદવાર નક્કી થઈ શકે તેમ નથી. જેથી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમોમાં થયેલા જોગવાઈ મુજબ મતદાન મથકનું પરિણામ નક્કી કરી શકાય ન હતું. નિયમ 49 (ગ) હેઠળ નિયમ 49 (૨) મુજબનો નિર્ણય કરવા રાજ્યચૂંટણી આયોગને દરખાસ્ત કરેલી હતી. જેથી રાજયચૂંટણી આયોગની સૂચનાઓ મુજબ આવતી કાલે તારીખ 04-03-2021ના રોજ બોરીયા મતદાન મથક-1 પર સવારે 06:00 થી સાંજે 07:00 કલાક સુધી મતદાન યોજવામાં આવશે અને તેનું પરિણામ તારીખ 05/03/2021ના રોજ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details