જેમાં જિલ્લામાં કોલ 4192 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આણંદ જિલ્લામાં અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ નિર્ણાયક સાબિત થયેલ છે.સોજીત્રા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોસ્ટલ મતોથી હાર્યું હતું જે સાબિત કરે છે કે પોસ્ટલ મતનું મહત્વ કેટલું હોય છે.
આણંદમાં ચૂંટણી ફરજમાં જતા પહેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન - Gujarati News
આણંદઃ લોકસભા બેઠક પર મતદાનના દિવસે ફરજ પર રોકાયેલા કર્મચારીઓ જેવા કે પોલીસ જવાનો હોમગાર્ડ ,જી .આર. ડી, સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ દ્વારા આજરોજ ખેતીવાડી પાસે સરદાર પટેલ હાઇસ્કુલમાં પોસ્ટલ બેલેટ પેપરની મદદથી તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પોસ્ટલ મતદાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
આજે આણંદ જિલ્લામાં કુલ ફરજ પર રોકાયેલ 6714 પોસ્ટલ બેલેટથી મતદારો તેમનો મત મત કુટિરમાં આપ્યો હતો અને તેમના બંધારણીય હકનો ઉપયોગ કરી દેશના ઘડતરમાં ભાગીદાર થશે.