ગાંધી પરિવારને SPG સુરક્ષામાંથી બાકાત કરવીએ રાજકીય કિન્નાખોરી: અમિત ચાવડા
આણંદઃ દેશના રાજકીય ગાંધી પરિવારને 28 વર્ષથી મળતી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષામાંથી બાકાત કરતા દેશમાં રાજકીય પક્ષો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધી પરિવારને SPG સુરક્ષામાંથી બાકાત કરવીએ રાજકીય કિન્નખોરી: અમિત ચાવડા
ગાંધી પરિવારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડિયાને દેશની સર્વોચ્ચ સુરક્ષા SPG છેલ્લાં 28 વર્ષથી પ્રાપ્ત હતી. જે દેશના બે ભૂતપુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી પર થયેલ જીવલેણ હુમલા બાદ આ પરિવાર પર બીજા આ પ્રકારના હુમલા ન થાય તેના સાવચેતી રૂપે આ સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. જેને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરીને ગાંધી પરિવારને ઝેડ પલ્સ(crpf) સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે.