- આણંદમાં પ્રિ વાયબ્રન્ટ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે
- આણંદ ખેતીવાડી કેમ્પસમાં થયું ત્રી દિવસીય પ્રી વાઈબ્રન્ટ સમિટનું આયોજન
- અમુલના ઓડિટોરિયમ હોલમાં કાર્યક્રમ સમાપન યોજાશે
આણંદઃ આણંદ ખાતે કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી પ્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના(Pre Vibrant Gujarat Global Summit) ત્રીજા અને અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm narendra modi join pre vibrant summit)વર્ચ્યુઅલી જોડાવાના છે. વડાપ્રધાન નેચરલ ફાર્મિંગ અને ઝીરો બજેટ કૃષિ અંગે ખેડૂતોને(pre vibrant summit 2022 in anand) વિશેષ માર્ગદર્શન આપવાના છે જે સાથે પ્રાકૃતિક ખેતી અંગે મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવાં આવી રહી છે.
દેશના અગ્રણીઓ હાજરીઓ આપશે
ગુરુવારે અમૂલ ડેરીના સરદાર પટેલ એસેમ્બલી હોલમાં સવારે 09.30 કલાકેથી યોજાનારા આ કાર્યક્રમમાં(Pre Vibrant Summit in Anand) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે.