ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ તૈયારીઓને આખરી ઓપ અપાયો - PM મોદી આણંદની મુલાકાત લેશે

આણંદમાં વડાપ્રધાનની મોદી (PM Modi Will Visit Anand) જાહેરસભાને લઇ સુરક્ષા સહિતની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કરમસદથી વિદ્યાનગર સુધીનો માર્ગ પ્રતિબંધીત વડાપ્રધાનના આગમના પગલે સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધી રસ્તા પર વાહન વ્યવહાર પ્રતિબંધ રહેશે.

આણંદમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ સુરક્ષા સહિતની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો
આણંદમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ સુરક્ષા સહિતની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો

By

Published : Oct 9, 2022, 2:13 PM IST

આણંદ : વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Will Visit Anand) જાહેર સભાનું સંબોધન કરવાના છે. આ પહેલા તેઓ કરમસદ ખાતે હેલીપેડ ખાતે ઉતરાણ (PM Modi Will Land At Helipad In Karamsad) કરશે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને ધ્યાને રાખી તંત્ર દ્વારા કરમસદથી વિદ્યાનગર સુધીના રસ્તાને પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધી વાહન વ્યવહાર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

PM મોદી આણંદમાં જાહેર સભાનું સંબોધન કરશે :વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે 10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેઓ કરમસદના શક્તિનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારશે. બાદમાં રોડ માર્ગે શાસ્ત્રી મેદાન ખાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આણંદ શહેર-તાલુકાના કેટલાંક માર્ગો 10મીના રોજ સવારના 6થી બપોરના 4 કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ કાયદાકીય મળેલી સત્તાની રૂઇએ રસ્તાઓ પરથી પસાર થતા વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. જેનો વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે.

કરમસદથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ રહેશે બંધ :આ જાહેરનામા મુજબ કરમસદથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે. તેના બદલે આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો કરમસદ રામદેવપીર ચોકડીથી તિરૂપતી પેટ્રોલપંપ 4 રસ્તા થઇ જનતા ચોકડી એલીકોન 4 રસ્તાથી વિદ્યાનગર-આણંદ તરફ જઇ શકશે. આજ રીતે જનતા ચોકડીથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેતા આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો તારાપુરથી વિદ્યાનગર જતા વાહનો જનતા ચોકડી એલીકોન 4 રસ્તાથી એ.પી.સી. સર્કલ 4 રસ્તા થઇ કેન્દ્રીય વિદ્યાલય સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર તરફ જશે તેમજ સંકેત ચાર રસ્તા થઇ વિદ્યાનગર તરફ જઇ શકશે.

હુકમનો ભંગ કરનાર કાયદાકીય જોગવાઇઓને આધીન શિક્ષાને પાત્ર થશે :આણંદ-વિદ્યાનગર રોડ એ.પી.સી. સર્કલથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે. જેથી વાહનચાલકો એપીસી સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય, યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકશે. જયારે બાકરોલ ત્રિકોણિયા બાગથી વિદ્યાનગર તરફ જવા-આવવાનો રોડ બંધ રહેશે. તેના બદલે વાહનચાલકો બાકરોલ ત્રિકોણિયા બાગથી સંકેત 4 રસ્તા થઇ નવા રોડ થઇ કેન્દ્રીય વિદ્યાલય, યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટસ થઇ વિદ્યાનગર જઇ શકશે. આ હુકમનો ભંગ કરનાર કાયદાકીય જોગવાઇઓને આધીન શિક્ષાને પાત્ર થશે.

આણંદમાં ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ભરેલા વાહનો પર પ્રતિબંધ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખી ભારે વાહનો, જ્વલનશીલ પદાર્થ, ગેસ ભરેલા વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આણંદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ કાયદાકીય મળેલી સત્તાની રૂઇએ આ સમયગાળા દરમિયાન આણંદથી તારાપુર જતા ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા ટેન્કરો વાયા વાસદ થઇ તારાપુર અને તારાપુરથી આણંદ તરફ આવવાને બદલે તારાપુરથી વાસદ થઇ વડોદરા-અમદાવાદ તરફ જઇ શકશે.

ABOUT THE AUTHOR

...view details