ગુજરાત

gujarat

By

Published : Dec 17, 2019, 11:36 PM IST

ETV Bharat / state

પેટલાદ નગરપાલિકા પ્લાસ્ટિકનાં કચરામાંથી બનાવી રહ્યું છે ઈંધણ

આણંદઃ જિલ્લાના પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા કામગીરી કરવામાં આવે છે. રોજિંદા વપરાશમાં ઘન કચરા સ્વરૂપે નગરપાલિકાને મળતા પ્લાસ્ટિકને વર્ગીકૃત કરી તેમાંથી બહુમૂલ્ય ઈંધણ બનાવવામાં આવે છે. આવનાર સમયમાં પેટ્રોલિયમ પેદાશોની અછતના કારણે પરિવહનના બીજા વિકલ્પ શોધવાની જરૂરિયાત પણ ઊભી થવાની છે. ત્યારે આ પ્રયોગ ઘણો આશાસ્પદ છે.

petlad municipality create fuel from plastic waste
petlad municipality create fuel from plastic waste

વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક આજે એક મુખ્ય સમસ્યા બની ગઈ છે. રોજિંદા વપરાશમાં લેવામાં આવતા પ્લાસ્ટિકના કુલ જથ્થામાંથી ફક્ત 5 ટકા જ પ્લાસ્ટિક ફરી વપરાશમાં લેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા ઓછી ગુણવત્તા વાળા પ્લાસ્ટિકનો વપરાશ ટાળવા માટે ઘણી સંસ્થાઓ અને સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. ભારતને પ્લાસ્ટિક બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે

પેટલાદ નગરપાલિકા દ્વારા તેની ડમ્પિંગ સાઈડની બાજુમાં પ્લાસ્ટિક પ્રોસેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે, જે પદ્ધતિના ઉપયોગથી પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવામાં આવે છે. જેમાંથી પેટલાદ નગરપાલિકા તેમના લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવે છે. આ સાથે સાથે તે ડીઝલને અલગથી વેચી આર્થિક આવક પણ મેળવી રહી છે.

પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે

આ વિષય પર પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલતા આ યુનિટ થકી નગરપાલિકાને નોન-પ્રોફીટેબલ ઓપરેશન ચલાવવામાં ખૂબ જ સારી સફળતા મળી છે.

પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે

વધુમાં જણાવતા કહ્યું કે, જ્યારે પ્લાન્ટ અંડર મેઈન્ટેનન્સ હોય ત્યારે જમા થતાં પ્લાસ્ટિકને નગરપાલિકા દ્વારા એક સંસ્થાને આપવામાં આવે છે. જે સાટા પદ્ધતિથી નગરપાલિકાએ આપેલ પ્લાસ્ટિકને આકર્ષક આકાર આપી શહેરના સુશોભન માટે મુકવા લાયક આર્ટિકલ બનાવી આપે છે. ફેન્સીંગ, ફ્લોરિંગ અને બેસવા માટેની બેન્ચીસ બનાવી શહેરની સુવિધાઓમાં વધારો કરવા માટે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.

પેટલાદ નગરપાલિકા પ્લાસ્ટિકનાં કચરામાંથી બનાવી રહ્યું છે ઈંધણ

આ રીતે પેટલાદ નગરપાલિકા શહેરને પ્લાસ્ટિકમુક્ત બનાવી, તે પ્લાસ્ટિકના કચરાને ઈધણમાં રૂપાંતરિત કરી નગરપાલિકાનો આર્થિક ખર્ચ બચાવવામાં આવે છે, તથા લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details