પેટલાદ નગરપાલિકાનું મકાન 50 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. તેના ઉપરના માળે ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ઓફિસ ભાડાપેટે આપી હતી. આજે આ ભવન જર્જરીત હાલતમાં છે. માટે તેના સમારકામની કારગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. પાલિકાએ આ ભવનખાલી કરી દીધું છે પણ LIC ઓફીસને બીજી કોઇ જગ્યા ન મળવાથી તેઓ આ જર્જરીત ભવનમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યાં છે. આથી સ્થાનિકો આ ઓફિસને કોઇ સલામત સ્થળે ખસેડવા માટે માગ કરી રહ્યાં છે. ત્યારે LICના અધિકારી બીજે જગ્યા મળી ન હોવાનું કારણ બતાવીને ગ્રાહકો સહિત અઘિકારીઓને જીવનને દાવ મૂકીને ઓફિસ ચલાવી રહ્યાં છે.
આ મુદ્દે ચીફ ઓફિસર જણાવ્યું હતું કે, LICને નગરપાલિકા થકી વર્ષ 2010માં જ ઓફિસ ખાલી કરવાની નોટીસ આપવામાં આપી હતી. છતાં તેમણે હજુ સુધી ઓફિસ ખાલી કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તેમણે ગેરકાયદેસર આ ભવનમાં ઓફિસ ચાલું રાખી છે. પણ હવે તો હદ થઇ ગઇ છે. ભવન જર્જરીત થઇ ગયું છે ગમે ત્યારે તે પડી શકે તેવી હાલતમાં છે. છતાં LIC બેદરકારી દાખવી રહ્યું છે.