- તૌકતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે લોકોનું સ્થળાંતર
- પશુપાલકો અને સ્થાનિકોને નજીકના આશ્રયસ્થાન પર ખસેડાયા
- ખંભાત મામલતદાર અને પોલીસની ટુકડીએ કાર્યવાહી હાથ ધરી
આણંદ : તૌકતે વાવાઝોડાને પગલે મધ્ય ગુજરાતના ખંભાત વિસ્તારના કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને જિલ્લા વહીવટી તંત્રએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. ખંભાત મામલતદાર અને પોલીસની ટુકડીએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પશુપાલકો અને સ્થાનિકોને નજીકના આશ્રયસ્થાન પર ખસેડવા માટે વ્યવસ્થા કરી હતી.
કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને તૌકતેના પગલે સ્થળાંતરિત કરાયા આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટીતંત્ર સજ્જ કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને તૌકતેના પગલે સ્થળાંતરિત કરાયા નીચાણવાળા વિસ્તારમાં 350થી 400 જેટલા પરિવારોને સ્થળાંતરિતની કામગીરી તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે અથડાવવાની સંભાવના રહેલી ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં સહકાર આપ્યો હતો. ખંભાત નજીક નીચાણવાળા વિસ્તારમાં રહેતા 350થી 400 જેટલા પરિવારોને સ્થળાંતરિતની કામગીરી કરવામાં આવી છે.
કાંઠા ગાળા વિસ્તારમાં રહેતા લોકોને તૌકતેના પગલે સ્થળાંતરિત કરાયા આ પણ વાંચો : ખેડામાં તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી તમામ અધિકારીઓને ફરજ સ્થળે હાજર રહેવા તાકીદ