ગુજરાત

gujarat

ETV Bharat / state

પેસેન્જર ગાડીઓને વાસદ-બગોદરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ: નીતિન પટેલ - Vasad-Bagodra

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel) આજે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા સૌથી ટૂંકા માર્ગ વાસદ-બગોદરા (Vasad-Bagodra highway)રોડના નિર્માણ કાર્યની મૂલાકાત કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

પેસેન્જર ગાડીઓને વાસદ-બગોદરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ
પેસેન્જર ગાડીઓને વાસદ-બગોદરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ

By

Published : Aug 1, 2021, 5:31 PM IST

  • નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આણંદ જિલ્લાની મુલાકાત કરી
  • વાસદ-તારાપુર હાઇવેની કામગીરીની કરી સમીક્ષા
  • માર્ગ નિર્માણ કામગીરી બાબતે સંતોષ કર્યો વક્ત


આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ વાસદથી બગોદરા(Vasad-Bagodra highway) તરફના માર્ગનું કામ છેલ્લા એક દાયકા ઉપરાંતથી ખોરંભે પડ્યું હતું. જેના કારણે આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી. બિસમાર માર્ગના કારણે અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા 101.9 કિલોમીટર લાંબા આ માર્ગના બે ભાગ કરી જુદી-જુદી એજન્સીને યુદ્ધના ધોરણે કામ પૂરું કરવા સૂચના આપી ટેન્ડર મારફતે કામ સોંપવામાં આવ્યું હતું.

પેસેન્જર ગાડીઓને વાસદ-બગોદરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ

આ પણ વાંચો- દેશમાં માર્ગ નિર્માણના 888 પ્રોજેક્ટ્સ વિલંબમાં, કેટલાક પ્રોજેક્ટ્સ એક દાયકા બાદ પણ અધૂરા

વાસદથી તારાપુર 48.1 કિલોમીટર માર્ગ નિર્માણનું કામ પૂર્ણતાના આરે

વાસદથી તારાપુર 48.1 કિલોમીટર માર્ગ નિર્માણનું કામ RKC ઇન્ફ્રાબિલ્ડ પ્રા.લીને સોંપવામાં આવ્યું હતું. જે કંપનીએ 95 ટકા કામ પૂરું કરી 21 કિલોમીટરના બ્રિજ સાથે 48.1 કિલોમીટરમાં માર્ગનું નિર્માણ પૂર્ણતાને આરે પહોંચાડ્યું છે. જે કામગીરીની રાજ્યના માર્ગ મકાન પ્રધાન નીતિન પટેલે (Nitin Patel)મૂલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.

અદ્યતન રોડ પર 48.1 કિલોમીટરમાં 21 કિલોમીટર જેટલા માર્ગ પર બ્રિજ આવેલા છે

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel) મીડિયા સમક્ષ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અદ્યતન રોડ પર 48.1 કિલોમીટરમાં 21 કિલોમીટર જેટલા માર્ગ પર બ્રિજ આવેલા છે, સાથે મહત્તમ માર્ગ પર લાઈટની વ્યવસ્થા સાથે ચાલકોની સલામતીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

પેસેન્જર ગાડીઓને વાસદ-બગોતરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ

આ પણ વાંચો- દેશમાં પ્રસરી રહેલું હાઈવેનું નેટવર્ક, રોજ થઈ રહ્યું છે 30 કિ.મી. રસ્તાઓનું નિર્માણ

આ માર્ગ પર દૈનિક 30,000 વાહનની અવરજવર માટે સરળતા ઉભી થશે

આ માર્ગ પર આવતા તમામ ગામ ધાર્મિકસ્થળો અને મોટા ઉદ્યોગિક એકમો, કંપનીઓ, ગામને સર્વિસ રોડથી જોડવામાં આવ્યા છે, જેથી આ માર્ગ પર દૈનિક 30,000 વાહનની અવરજવર માટે સરળતા ઉભી થશે. વધુમાં નિતીન પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ રાજ્ય સરકાર હસ્તક હોવાથી નાના પેસેન્જર સાધનો, ખાનગી ગાડીઓ વગેરેને ટોલ ભરવામાં રાહત રહેશે. જેથી તેમને સરકારના નિયમ મુજબ ટોલ ભરવો પડશે નહીં. માત્ર ટ્રાન્સપોર્ટના સાધનો, નાના-મોટા ટ્રક અને બસને જ ટોલ ભરવો પડશે.

આ માર્ગ પર ગંભીર અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પર ગંભીર અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે વાસદથી તારાપુર સુધીનો 48.1 કિલોમીટરનો આ માર્ગ આગામી ગણતરીના દિવસમાં દેશના વડાપ્રધાન(Prime Minister Narendra Modi)ના હસ્તે પ્રજા માટે ખુલ્લો મુકાશે, તેવી નાયબ મુખ્યપ્રધાને લાગણી વ્યક્ત કરી હતી.

પેસેન્જર ગાડીઓને વાસદ-બગોતરા હાઇવે પર નહીં ભરવો પડે ટોલ

દેશનો પ્રથમ 48.1 કિલોમીટરની લંબાઈ ધરાવતો પ્રથમ હાઇવે બનવા જઈ રહ્યો છે

આ માર્ગ પર 3 મોટી નદીઓ પર વિશાળ પુલ, 4 રેલવે ઓવરબ્રિજ, 200 જેટલા નાળા 37 જેટલા અંદરપાસ મળી કુલ 21 કિલોમીટર જેટલો માર્ગ બ્રિજ ધરાવતો છે. જે નાયબ મુખ્યપ્રધાન(Nitin Patel)ના જણાવ્યા પ્રમાણે દેશનો પ્રથમ 48.1 કિલોમીટરની લંબાઈ ધરાવતો પ્રથમ હાઇવે બનવા જઈ રહ્યો છે. જે ચરોતર માટે એક ગૌરવ સમાન છે.

આ પણ વાંચો- કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ

બોચાસણ પાસે ટોલ બુથ ઉભું કરવામાં આવશે

આ માર્ગ પર રાજ્યમાં પ્રથમવાર રસ્તાના બાંધકામમાં સિમેન્ટ ટ્રીટેડ બેઝ, પોલીમર મોડીફાઇડ બીટયૂમીન તથા ડામર લેયરમાં 13 મીટર પહોળાઇમાં એક પણ સાંધા વગરના પેવિગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્ય ધોરી માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બોચાસણ પાસે ટોલ બુથ ઉભું કરવામાં આવશે, જે માર્ગનો 15 વર્ષ સુધીનો ખર્ચ એજન્સીઓએ ભોગવવાનો હોવાથી રાજ્ય સરકારને આર્થિક ભારણ ઓછું થવાની જાણકારી નાયબ મુખ્યપ્રધાને (Nitin Patel)આપી હતી.

ABOUT THE AUTHOR

...view details