ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના તીડ આતંક બાબતે પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન

ડીસાઃ રવિવારે આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં આણંદ શહેરમાં જીર્ણોદ્ધાર પામેલા રોકડીયા હનુમાનજી મંદિરના દ્વિ-શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે તીડ અંગે તેમણે નિવેદન આપ્યું હતું.

ff
ff

By

Published : Jan 19, 2020, 8:21 PM IST

રાજય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આણંદ જિલ્લામાં આયોજીત વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આણંદ શહેરમાં ઉજવાઈ રહેલા પોલિયો રવીવારમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવી તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં પુરુષોત્તમ રૂપાલાએ બનાસકાંઠામાં રહેલા તીડના આતંક મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેંટ ચેન્જની અસરો જે રીતે વરસાદ ઉપર, ઠંડી ઉપર, તાપમાન પર આવે છે. એ જ રીતે તીડમાં બીહેવીરીયલ ચેન્જ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના તીડ આતંક બાબતે પુરષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન

વધુમાં તેમણે કહ્યું કે, આ સમય તીડને આવવાનો નથી. છતાં તેનો આતંક વધતો જાય છે. જેના પર બે મહિનાથી સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે. રાજ્ય સરકાર અને ભારત સરકારના સંસાધનો તેનો ચોકસાઈ પૂર્વક સામનો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details