આણંદ:ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આણંદના પેટલાદ તાલુકાના દંતાલી સ્થિત ભક્તિ નિકેતન આશ્રમના સ્થાપક સ્વામી સચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત (Padma Bhushan to Swami Sachidananda) કરવા માટેની યાદી પ્રસિદ્ધ કરી છે, ત્યારે સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં આનંદ વ્યાપ્યો છે અને વિવિધ ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો અને જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોએ સ્વામીજીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી છે, ત્યારે મીડિયા સાથે સ્વામીજીએ સન્માનને લઈ ખાસ વાતચીત કરી હતી.
હું તો સાવ સામાન્ય માણસ છું
પદ્મભૂષણ મેળવનાર જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદે એવોર્ડ અંગે પ્રતિભાવો આપતાં જણાવ્યું (Swami Sachidananda on Padma Bhushan) હતુ કે, પદ્મભૂષણ માટે સૌથી પહેલો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું (thanks to pn modi). બીજો આભાર મારા ચાહકોનો અને સૌથી મોટો આભાર પરમકૃપાળુ પરમાત્માનો માનું છુ. હું તો સાવ સામાન્ય માણસ છું તેમ છતાં મારી પસંદગી કરવામાં આવી એ મારા માટે આનંદની વાત છે.