આણંદ શહેરમાંથી મુખ્ય ગણાતી બે ચોકડીઓ જેમાં ગણેશ ચોકડી (Construction of overbridge started) અને બોરસદ ચોકડી ચાર રસ્તા પર દિવસે ને દિવસે વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને પૂર્ણ કરવા બોરસદ ચોકડી (Railway Line Borsad Chowk) બાદ હવે ગણેશ ચાર રસ્તા પર પણ ઓવર બ્રિજબનાવવાનું સૈદ્ધાંતિક મંજૂરીની (principle approval for construction over bridge) મહોર લાગી ગઈ છે.
જોડતી રેલવે લાઇનખંભાતને આણંદ સાથે જોડતી રેલવે લાઇન પર બોરસદ ચોકડીએ ઓવરબ્રિજ હવે પૂર્ણતાના આરે છે. જયારે આગામી સમયમાં ગણેશ ચોકડી રેલ ફાટકે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સંસદ સભ્ય મિતેશ પટેલ દ્વારા કરવામાં આવેલ રજૂઆત ને પગલે અંદાજે 143 કરોડના ખર્ચ અહીં ટુ લેયર ઓવરબ્રિજ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ અંગે ગુજરાત શહેરી વિકાસ અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સૈદ્વાંતિક મંજૂરી આપવામાં આવી છે.
કામગીરીનો આરંભ માર્ગ-મકાન વિભાગના સૂત્રોનુસાર વાસ્તવમાં આ બ્રિજ ખૂબ કોમ્૫લીકેટેડ છે. જેના પ્રાથમિક અંદાજમાં જૂની પ્રાંત કચેરીથી કલેકટર કચેરી તરફ અને બ્રિજનો બીજો છેડો ડો.ગોહિલના દવાખાના તરફ રહેશે. જો કે આ અંગે નિયુકત કન્સલ્ટન્ટ સાથે હાલ કોરસપોન્ડીંગ ચાલી રહ્યું છે. જેથી અંદાજે એક માસમાં કન્સલટન્ટ દ્વારા બ્રિજની લંબાઇ, બંને તરફેના રસ્તા સહિતની બાબતે ફાઇનલ લાઇન આપશે.ત્યારબાદ કામગીરીનો આરંભ કરાશે.