ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ નગરપાલિકામાં 416 મતદાન મથકોમાંથી 64 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરાયા - gujarat

આણંદ જિલ્લામાં આગામી સમયમાં છ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકા વોર્ડ નં.1ની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાનારી છે. તંત્ર દ્વારા નગરપાલિકામાં યોજાનારી મતદાન પ્રક્રિયામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Anand Municipality
Anand Municipality

By

Published : Feb 23, 2021, 3:31 PM IST

  • નગરપાલિકાની ચૂંટણી માટે 416 મતદાન મથકો ઉભા કરવામાં આવનારા છે
  • કુલ 416માંથી 64 મતદાન મથક અતિ સંવેદનશીલ જાહેર કરાયા
  • 146 સંવેદનશીલ જ્યારે 206 મતદાન મથકો સામાન્ય જાહેર કરાયા
  • આગામી 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન

આણંદ: જિલ્લામાં આગામી સમયમાં છ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકા વોર્ડ નં.1ની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાનારુ છે. તંત્ર દ્વારા નગરપાલિકામાં યોજાનારી મતદાન પ્રક્રિયામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

નગરપાલિકાની ચૂંટણીમાં 416 મતદાન મથકો ઉભા કરવામાં આવનારા છે

આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાની છ પાલિકાઓ અને કરમસદ પાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણીના મળીને કુલ 416 મતદાન મથકો ઉભા કરવામાં આવનારા છે. આ મતદાન મથકો પૈકી 64 મતદાન મથકો અતિસંવેદનશીલ, 146 મતદાન મથકો સંવેદનશીલ અને 206 સામાન્ય મતદાન છે.

નગરપાલિકા પ્રમાણે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક:

આણંદ નગરપાલિકા:

આણંદ નગરપાલિકામાં 199 મતદાન મથકો પૈકી 24 મતદાન મથકો અતિસંવેદનશીલ, 65 સંવેદનશીલ અને 110 મતદાન મથકો સામાન્ય છે.

ઉમરેઠ નગરપાલિકા:

ઉમરેઠ નગરપાલિકામાં 3 મતદાન મથકો અતિસંવેદનશીલ, 18 સંવેદનશીલ અને 110 મતદાન મથકો સામાન્ય મતદાન મથકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

બોરસદ નગરપાલિકા:

બોરસદ નગરપાલિકામાં 53 મતદાન મથકો પૈકી 7 અતિસંવેદનશીલ, 14 સંવેદનશીલ અને 32 સામાન્ય મતદાન મથકનો સમાવેશ થાય છે.

પેટલાદ નગરપાલિકા:

પેટલાદ નગરપાલિકામાં 47 મતદાન મથકો પૈકી 6 અતિસંવેદનશીલ, 12 સંવેદનશીલ અને 29 સામાન્ય મતદાન મથકો છે.

સોજીત્રા નગરપાલિકા:

સોજિત્રા નગરપાલિકામાં 18 મતદાન મથકો પૈકી 14 અતિસંવેદનશીલ અને 4 મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે, સોજીત્રામાં સામાન્ય મતદાન મથક એકપણ નથી.

ખંભાત નગરપાલિકા:

ખંભાત નગરપાલિકામાં 66 પૈકી 10 અતિસંવેદનશીલ, 33 સંવેદનશીલ અને 23 સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે.

કરમસદ નગરપાલિકા:

કરમસદ નગરપાલિકાના વોર્ડ નં.1ની પેટા ચૂંટણી માટે તમામ 5 મતદાન મથકો સામાન્ય છે.

ABOUT THE AUTHOR

...view details