- જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધનીય ઘટાડો
- મે મહિનામાં 75 ટકા ઓક્યુપેન્સી રેટ 20 ટકાએ પહોંચ્યો
- મેં મહિનામાં 4,815 દર્દીઓએ સ્વસ્થ બની લીધી રજા
આણંદઃ કોરોના મહામારીની બીજી લહેરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણની ગતિ ધીમી પડતી દેખાઈ રહી છે. જિલ્લામાં મે મહિનામાં 4387 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે 59,351 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો મે મહિનામાં 22 દર્દીઓના મોત થયા હતા.
જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધનીય ઘટાડો આ પણ વાંચો-જૂનાગઢમાં સંક્રમણ ઘટ્યું છતાં પ્રતિદિન 8થી 10 જેટલા મૃતદેહો આવી રહ્યા છે અંતિમવિધિ માટે
જિલ્લામાં 2,255 બેડમાંથી 536 બેડ જ ભરેલા છે
જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા જિલ્લામાં કુલ 2,255 બેડમાંથી ફક્ત 536 બેડ ભરેલા છે, જેમાં 98 દર્દીઓ સ્ટેબલ છે. 2 બેડ પર 212 દર્દીઓ સારવાર હેઠળ છે. તો બાઈપેપ પર 14 દર્દીઓ અને વેન્ટિલેટર પર 10 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જિલ્લામાં સારવાર મેળવતા 536 દર્દીઓમાંથી 334 દર્દીઓ આણંદ જિલ્લાના વતની છે. જ્યારે અન્ય દર્દીઓ જિલ્લા બહારના હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ત્રણ આંકડામાં આવતા દૈનિક સંક્રમિત દર્દીઓનો આંકડો ઘટીને 16 પર આવી ગયો છે, જે અત્યારે માત્ર 20 ટકા બેડ ઓક્યુપેન્સી પર આવી ગયું છે.
મે મહિનામાં 75 ટકા ઓક્યુપેન્સી રેટ 20 ટકાએ પહોંચ્યો
મ્યુકોરમાયકોસીસના 55 દર્દીઓ નોંધાયા
જિલ્લામાં ફૂગથી થતો રોગ મ્યુકરમાઈકોસીસના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 55 દર્દીઓ આ ગંભીર બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 26 દર્દીઓ મ્યુકરમાઈકોસીસ સામે જંગ જીતી સ્વસ્થ બની શક્યા છે અને 24 દર્દીઓ હાલ જિલ્લામાં એક્ટિવ મ્યુકરમાઈકોસીસની સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચો-Gujarat Corona Update: શુક્રવારે 2,75,139 વ્યક્તિઓને vaccine અપાઈ, coronaના નવા 1,120 કેસ નોંધાયા
મે મહિનામાં 362 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા
મે મહિનામાં આણંદ જિલ્લામાં સરકારી ચોપડે કોરનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો 22 બતાવમાં આવ્યો છે. જ્યારે સ્મશાનમાં કોવિડની ગાઈડલાઈન મુજબ, અંતિમ સંસ્કારમાં આવેલા મૃતદેહનો આંકડો ઘણો મોટો સામે આવી રહ્યો છે, જેમાં આણંદ શહેરની કૈલાસ ભૂમિમાં મે મહિનામાં કુલ 362 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 188 મૃતદેહનો કોવિડની ગાઈડલાઈન અનુસાર, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સાથે વિદ્યાનગર સ્મશાનમાં કુલ 133 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 64 દર્દીઓના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. જે આંકડો તંત્ર અને વાસ્તવિક આંકડા વચ્ચે મોટી અસમાનતા દર્શાવી રહ્યું છે, પરંતુ બીજી તરફ જિલ્લામાં મોટાભાગના કોરોના બેડ ખાલી જોતા સ્થાનિકો એ રાહત નો શ્વાસ લીધો હતો.