- આણંદ નગરપાલિકાની બીજી સામાન્ય સભા મળી
- આણંદ ટાઉનહોલ ખાતે કોવિડના નિયમોના પાલન સાથે મળી સભા
- નગરપાલિકાની વિવિધ 14 કમિટીઓની રચના થઇ
- ચેરમેન પદ માટેના નામોની થઈ ઘોષણા
આણંદઃનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે 17 એપ્રિલના રોજ આણંદના ટાઉનહોલ ખાતે યોજાઇ હતી. જેમાં કાઉન્સિલરો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ નગરપાલિકા માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. સામાન્ય સભામાં પ્રમુખ રૂપલબેન પટેલના અધ્યક્ષસ્થાને 14 જેટલી કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં કમિટીના ચેરમેન અને સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી હતી. આણંદ નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી અને સુવિધામાં વધારો થાય તે હેતુથી 14 જેટલી કમિટીઓની રચના કરી છે. જેમાં વિવિધ કાઉન્સિલરને ચેરમેન પદના કાર્યભાર સોંપવામાં આવ્યા હતા.
આણંદ નગરપાલિકાની બીજી સામાન્ય સભા મળી આ પણ વાંચોઃ આણંદ નગરપાલિકાનું રૂપિયા 103 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર
વિવિધ કમિટીઓ ચેરમેનના નામ
- કારોબારી સમિતિ સચિન પટેલ
- રોડ કમિટી કેતન બારોટ
- ડ્રેનેજ કમિટી જયેંદ્ર પટેલ
- ટ્રાફિક નિયમન કમિટી તમન્ના પટેલ
- સેનેટરી કમિટી હિતેશ પટેલ
- દિવાબત્તી કમિટી મેહુલ પટેલ
- ટ્રાન્સપોર્ટ અને અગ્નિ સમક કમિટી દિલીપ પ્રજાપતિ
- પબ્લિક વર્ક કમિટી ભાવેશ સોલંકી
- વોટર વર્ક કમિટી સુમિત્રા પઢીયાર
- માધ્યમિક શાળા કમિટી નિકિતા વણકર
- સ્વૈચ્છિક સામાજિક લોક ભાગીદારી કમિટી નિલેશ પટેલ
- અર્બન કોમ્યુનિટી સંસ્કૃતિઓ કમિટી માયુરી બેન પટેલ
- ડુડા લોક પ્રતિનિધિ ગ્રાન્ટ કમિટી નયના બેન ભટ્ટ
- બાગ બગીચા અને સ્મશાન કમિટી રાધિકા બેન રોહિત
- આણંદ વિસ્તાર ડેવલોપમેન્ટ દબાણ કમિટી મેહુલ પટેલ
- કાયદા કમિટી બેલા પટેલ
- બાકરોલ વિસ્તાર વિકાસ કમિટી પીનાક પટેલ
- ઓડિટર રૂપલ પટેલ
- વિઝીટર નિલ પટેલ
ચેરમેન પદ માટેના નામોની થઈ ઘોષણા
આ પણ વાંચોઃ આણંદ નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, જેના ટેન્ડર બહાર પડી ગયા છે તેવા કામો પૂર્ણ કરવામાં આવશે