આણંદગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University) ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી(Sardar Vallabhbhai Patel Institute of Technology) વાસદ ખાતે થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 25થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો.
ગુજરાતમાંથી 25થી પણ વધુ ટીમોએ ભાગ લીધોગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન એસવીઆઈટી (Sardar Vallabhbhai Patel Institute of Technology) વાસદ ખાતે તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, રાજકોટ, જામનગર, પાટણ, અમદાવાદ, દાહોદ, ગોધરા એટલે કે સમગ્ર ગુજરાતમાંથી 25થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો. ભાઈઓ બહેનોની આ ટેબલ ટેનિસ સ્પર્ધા બે દિવસ ચાલી હતી. જેમાં બીજા દિવસે ભાઈઓની ફાઇનલમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદની ટીમે એસ.વી.આઇ.ટી. વાસદની ટીમને 3 -1 થી હરાવી સતત બીજા વર્ષે ચેમ્પિયનશીપમેળવી હતી અને એસવીઆઈટીની ટીમ સતત બીજા વર્ષે ઉપવિજેતા રહી હતી
એસવીઆઈટીની ટીમ સતત બીજા વર્ષે ઉપવિજેતા રહી ટીમને પંચ તરીકેની સુંદર કામગીરી કરી બહેનોની સ્પર્ધામાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદની ટીમે બી.એન.બી. ફાર્મસી કોલેજ, વાપીને 3 -1 થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી. સ્પર્ધામાં મુખ્ય રેફરી તરીકે શૈલેષ ગોસાઈએ સેવાઓ આપી હતી અને તેમની ટીમને પંચ તરીકેની સુંદર કામગીરી કરી હતી.
આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસની ટીમની પસંદગી સ્પર્ધા પછી જીટીયુની આંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ દ્વારા સિલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આમાં પાંચ ભાઈઓ અને પાંચ બહેનોની પસંદગી કરવામાં આવી છે જે હવે પછી આવનાર સમયમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ટીમ તરીકે અંતર યુનિવર્સિટી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે.
ટીમના દરેક સભ્યને મેડલજીટીયુ ઓબ્ઝર્વડ તરીકે ડોક્ટર અજીતસિંહ ગોહિલ (પ્રિન્સિપલ ફિઝિકલ એજ્યુકેશન કોલેજ, મોગરી) ઉપસ્થિત રહી સ્પર્ધાના સંચાલન પર નજર રાખી હતી અને વિદ્યાર્થીઓને જરૂરી સૂચનો કર્યા હતા. સ્પર્ધાના સમાપન સમારોહમાં એસ.વી.આઇ.ટી.ના સેક્રેટરી ગૌરાંગ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડી.પી. સોની અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમના દરેક સભ્યને મેડલ અને ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જીટીયુ આંતર ઝોનલ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સંચાલન ડૉ. વિકાસ અગ્રવાલ (ડી.પી.ઈ) દ્વારા કરવામાં આવ્યું હતું.
વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓએસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ પટેલ, ટ્રસ્ટી સંજય પટેલ, સતિષ પટેલ, હેમંત પટેલ, ગાયત્રી પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (ડી.પી.ઈ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.