- ઓએનજીસી અને ગુજરાત ગેસ ની સંયુક્ત મોકડ્રીલ યોજાઇ
- ખંભાતમાં કુદરતી આફતને ટાળી શકાય અને આગોતરા આયોજન કરી શકાય તે હેતુસર મોકડ્રીલ યોજાઇ
- ફાયર બ્રિગેડ તેમજ એન.ડી.આર.એફ.ની ટીમે ભારે જહેમત ઉઠાવી
આણંદ :ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કુવો ખંભાત ખાતે મળી આવ્યો છે. જેને લઇ કલેકટર કચેરી આણંદ જી એસ ડી એમએ અને ગુજરાત ગેસ અને ઓએનજીસીની સંયુક્ત મોકડ્રીલ ખંભાત ખાતે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઇ ખંભાત ધુવારણ માર્ગ ઉપર અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મોકડ્રીલનું આયોજન હાથ ધરાયું હતું.જેમાં કેમિકલ બ્લાસ્ટ અને ગેસ લીકેજ ની ઘટના બંને ઉપર ફાયર બિગેડ અને એનડીઆરએફની ટીમે કઈ રીતે કાબુ મેળવવો તેમજ કુદરતી આફતને સરળતાથી ટાળી શકાય અને કયા આગોતરા આયોજન કરી શકાય તે સંપૂર્ણ પ્રેક્ટીકલ થી અનુભવ્યું હતું.