મહિસાગરમાં પાણીમાં તણાતા વૃદ્ધને આકાશમાંથી મળી મદદ! - વૃદ્ઘ કેમેરામાં કેદ
આણંદ: સમગ્ર ગુજરાતમાં મેધરાજા મહેરબાન થયા છે, ત્યારે આણંદમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મહીસાગર નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે એક વૃદ્ઘને આકાશમાંથી મદદ મળી હતી.
etv bharat mahisagar
આણંદ જિલ્લાના કાંઠા ગારાના કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મહીસાગર નદીમા આવેલા પુરના સારોલ ગામના કેટલાક યુવાનો ડ્રોન કેમેરાથી શુટિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન પાણીના પ્રવાહમાં તણાતાં એક વૃદ્ધ કેમેરામાં નજરે પડ્યા હતાં. જેન લઇને સારોલ અને ગાજણા ગામના કેટલાક તરવૈયા યુવાનોએ વૃદ્ધને પૂરના પાણીમાંથી રેસ્ક્યુ કર્યુ હતું.
Last Updated : Sep 15, 2019, 3:23 PM IST