ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં NSUIના પ્રતિનિધિઓની પોલીસે અટકાયત કરી - ગુજરાતીસમાચાર

કોરોના મહામારીના કારણે જ્યારે દેશમાં છેલ્લા ત્રણ માસથી લૉકડાઉન અને ત્યારબાદ અનલૉક જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઓનલાઈન એજ્યુકેશન તરફ વળેલી સંસ્થાઓ સત્ર ખુલતાની સાથે જ સત્ર ની ફી ભરવાની રહેશે તેવી માંગણી કરવામા આવે છે. વાલીઓ અને વિદ્યાર્થી સંઘો દ્વારા સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી ફીની માગણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

police in Anand
police in Anand

By

Published : Jul 8, 2020, 3:15 PM IST

આણંદ:કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. સંસ્થાઓ સત્ર ખુલતાની સાથે જ સત્રની ફી ભરવાની રહેશે તેવી માંગણી કરવામા આવે છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ સરકારને વિદ્યાર્થીઓની ફી માફ કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આણંદ શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NSUI (National Students' Union of India)ના કાર્યકરોએ શિક્ષણ અધિકારીની કચેરી સૂત્રોચાર કરી ફી માફ કરવા નારા લગાવ્યા હતા.

આણંદમાં NSUIના પ્રતિનિધીઓની પોલીસે કરી અટકાયત

NSUIના પ્રતિનિધિએ રજુઆત કરી હતી કે, લોકડાઉનમાં વિદ્યાર્થીઓના વાલી આર્થિક રીતે ફી ભરવા સક્ષમ રહ્યા નથી. ત્યારે સરકાર દ્વારા વાલીની મુશ્કેલી સમજી તેમના હિતમાં નિર્ણય કરવા રજુઆત કરવામાં આવી હતી. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details