ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના ન્યૂયોર્ક હેર સલૂનમાં PPE કીટ પહેરીને સર્વિસ અપાશે - પીપીઈ કીટ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે આરોગ્ય વિભાગના કર્મચારીઓ મુખ્યત્વે ફરજ પર પીપીઈ (પર્સનલ પ્રોટેકટન ઈકવિપમેન્ટ)નો ઉપયોગ કરતા હોય છે, જેથી કોરોના વાયરસના સીધા સંપર્કમાં આવવાથી કર્મચારીઓને બચાવી શકાય. પરંતુ આણંદ જિલ્લામાં હવે ફક્ત આરોગ્ય કર્મચારીઓજ નહીં સલૂનમાં પણ આ કીટનો ઉપયોગ ચાલુ થયો છે.

new york hair salon
આણંદના ન્યુયોર્ક હેર સલૂનમાં પીપીઈ કીટ પહેરી સર્વિસ આપશે

By

Published : May 22, 2020, 7:05 PM IST

આણંદઃ શહેરમાં આવેલ એક ખાનગી હેર સલૂનમાં હવે હેર આરિસ્ટ પીપીઈ કીટ પહેરી વાળ કાપી રહ્યા છે. આ જોઈ અનેક લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે, આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો તે કોઈ હોસ્પિટલ કે, કોરોના વોર્ડના નથી આ છે આણંદ શહેરમાં આવેલ ન્યુયોર્ક હેર સલૂનના.

આણંદના ન્યુયોર્ક હેર સલૂનમાં પીપીઈ કીટ પહેરી સર્વિસ આપશે
આ સલૂનના માલિક ભાવેશભાઈ દ્વારા તેમના સલૂનમાં કોરોના માટે જાણે નો એન્ટ્રી જાહેર કરી દીધી છે, ભાવેશભાઈ તેમની દુકાનમાં આવતા તમામ ગ્રાહકોને એપોઇન્ટમેન્ટ આપી બોલાવવામાં આવે છે, જેથી ગ્રાહકોની ભીડ ન થાય અને આવેલ ગ્રાહકને તમામ પ્રકારની ચકાસણી અને ખાતરી કરી દુકાનમાં પ્રવેશ આપવામાં આવે છે.ભાવેશભાઈએ ETV BHARATને જણાવ્યું હતું કે, તેમની દુકાનમાં આવનાર તમામ ગ્રાહકોનું આરોગ્યની પૂર્ણ ચકાસણી કરી તેમને સર્વીસ આપવામાં આવે છે. જેથી ગ્રાહકોને સંક્રમણથી બચાવી શકાય અને કર્મચારીઓને પણ આ સામે રક્ષણ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details