ખેડૂતોના સપના સાકાર કરવા રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ
- મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના
- કિસાન પરિવહન યોજના
આણંદઃ આ અંગે વિસ્તૃત માહિતી આપતા આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી સચિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થઈ આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે બે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી 'મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના' રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે કુલ ખર્ચના 30 ટકા અથવા 30,000 બેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે, લાભાર્થી ખેડૂતે આ યોજના હેઠળ ન્યૂનતમ 330 ચોરસ ફુટ વિસ્તારનું પાકું માળખું(સિમેન્ટ રેતીનુ) બનાવવાનું રહેશે લાભાર્થી ખેડૂતને સહાય બે હપ્તામાં મળવાપાત્ર રહેશે.
તો અન્ય યોજના 'કિસાન પરિવહન યોજના' હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા ટેમ્પ્લેટ કરેલ મીડિયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહન ચાર પૈડાવાળા 600થી 500 કિલો સુધીનો ભાર વહન કરી શકવાની ક્ષમતા ધરાવતા, વાહનની ખરીદી કરવા માટે નાના /શ્રીમંત /મહિલા/ અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ખેડૂતને કુલ ખર્ચના 35 ટકા અથવા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે અને સામાન્ય ખેડુતોને ખર્ચના 50 ટકા અથવા 50,000 બેમાંથી જે ઓછુ હોય તે મુજબની સહાય આપવામાં આવશે.