ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં વાવાઝોડા સામે લડવા અગમચેતીના ભાગરૂપે NDRFની ટીમ તૈનાત

આણંદ જિલ્લાના નવાબી નગર અને ખંભાતનું પૌરાણિક બંદર વિશાળ દરિયા કિનારો ધરાવે છે. હાલ નિસર્ગ વાવાઝોડાની દહેશત ઉભી થઇ છે અને વાવાઝોડા સાથે દરિયાઈ તોફાનની શક્યતાઓ છે. એવામાં ખંભાતના રાલજ ખાતે NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

NDRF, Etv Bharat
Anand

By

Published : Jun 2, 2020, 6:41 PM IST

ખંભાતઃ આણંદ જિલ્લાના નવાબી નગર અને ખંભાતનું પૌરાણિક બંદર વિશાળ દરિયા કિનારો ધરાવે છે. હાલ નિસર્ગ વાવાઝોડાની દહેશત ઉભી થઇ છે અને વાવાઝોડા સાથે દરિયાઈ તોફાનની શક્યતાઓ છે. ત્યારે આણંદ જિલ્લા વહીવટીતંત્ર એ ખંભાત રાલજ વડુચી માતાજી મંદિર વડગામ ધુવારણના દરિયા કિનારાની સુરક્ષા માટે અને લોકોના જાનમાલને સુરક્ષિત રાખવા તેમજ આપદા સમયે મદદ કરવા NDRFની ટીમને ખંભાત તાલુકાના રાલજમાં તૈનાત કરી છે.

આણંદ જિલ્લાનું નવાબી નગર વર્ષની શરૂઆતમાં જ ફાટી નીકળેલા કોમી તોફાનોનું ભોગ બન્યું હતું. જેમાં ખંભાત વાસીઓએ માલસામાનની નુકસાની વેઠવી પડી હતી. ત્યારબાદ જ્યારે કોરોના મહામારીને લઈ દેશમાં લોકડાુન જાહેર થયું ત્યારે આજે નવાબી નગરી આણંદ જિલ્લાનું કોરોના હોટસપોર્ટ બન્યું હતું. આણંદ જિલ્લાના 80 ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ ફક્ત ખંભાતમાં જ સામે આવ્યા હતાં. હવે જ્યારે સંક્રમણનું રેશિયો ઘટવા પામ્યો છે ત્યારે નિસર્ગ વાવાઝોડાની ભીતિ ખંભાત ઉપર સેવાઈ રહી છે.

ખંભાતમાં વાવાઝોડા સામે લડવા અગમચેતીના ભાગરુપે NDRFની ટીમ તહેનાત

વાવાઝોડા સામે લડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 30થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ તંત્ર દ્વારા NDRFની એક ટીમને ખંભાત ખાતે તૈનાત કરી દેવામાં આવી છે.

NDRFની ટીમ આજે વહેલી સવારે રાલજ દરિયા કિનારા પર આવેલા શ્રી શિકોતર માતાજીના મંદિર પર સ્થિત છે. NDRFના જવાનો શિકોતર માતાના મંદિર એ 6 જૂન સુધી તહેનાત રહેશે. નિસર્ગ વાવાઝોડામાં જો કોઈ ખંભાતના દરિયા કિનારે તેમજ દરિયા કિનારાના ગામોના લોકોને આપદા ઉભી થાય તો તેમની મદદ માટે હાજર હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાતના અખાતમાં આ વિસ્તારમાં વિશાળ દરિયા કિનારો ધરાવે છે. દરિયાકિનારે ખંભાત તાલુકાના રાલજ ધુવારણ બાદલપુર નવી આખોલ વડગામ સહીતના ગામો ધરાવે છે, જ્યાં સંભવિત વાવાઝોડા સામે સલામતીના ભાગરૂપે NDRFની એક ટુકડી ફાળવી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details