આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરમેન દિલીપ રથે ભારતની ડેરી પુરવઠા શ્રૃંખલાની સ્થિરતા સુનિશ્ચિત કરવા બદલ અને રાષ્ટ્રના અર્થતંત્રમાં યોગદાન આપવા બદલ દૂધ ઉત્પાદકોના અને ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓના પ્રશંસનીય પ્રયાસોને બિરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ રોગચાળા દરમિયાન દૂધાળા પશુઓની કાળજી લેવી જોઇએ, કારણ કે, તેમના આહાર અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં થોડી પણ બાંધછોડ કરવામાં આવે તો તેનો પ્રભાવ તેમની પ્રજોત્પાદનની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પર પડશે.
એનડીડીબીએ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને સાંકળતી ડિજિટલ વેબિનાર સિરિઝ લૉન્ચ કરી - વેબિનાર પ્રસારણ
એનડીડીબીએ ડેરી સહકારી સેક્ટર સાથે સંકળાયેલા તમામ હિતધારકો (ખાસ કરીને પશુપાલકો)ને સાંકળતી ‘એનડીડીબી સંવાદ’ નામની એક પરસ્પર સંવાદાત્મક ડિજિટલ વેબિનાર સિરિઝ લૉન્ચ કરી છે. આ ડિજિટલ પ્લેટફૉર્મનો ઉદ્દેશ્ય કોવિડ-19 રોગચાળા દરમિયાન ડેરી મૂલ્ય શ્રૃંખલામાં જે પ્રક્રિયાનું પાલન કરવાનું છે, તે અંગે જાગૃતિ પેદા કરવાનો છે.
![એનડીડીબીએ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને સાંકળતી ડિજિટલ વેબિનાર સિરિઝ લૉન્ચ કરી એનડીડીબીએ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને સાંકળતી ડિજિટલ વેબિનાર સીરીઝ લૉન્ચ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7119175-224-7119175-1588949532533.jpg)
એનડીડીબી ખાતેના નિષ્ણાતો એ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે કે, કોવિડ-19 અમારા પશુપાલકોને નવીનીકરણો/નવી ટેકનોલોજીઓ અંગેની માહિતી પૂરી પાડવામાં અવરોધરૂપ બને નહીં. દિલીપ રથે પશુપાલકોને આ ડિજિટલ પ્લેટફૉર્મ મારફતે ડેરી બૉર્ડના નિષ્ણાતો સાથે જોડાવાની તથા આ મુશ્કેલીભરી સ્થિતિમાંથી ઉગરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.
પશુ સ્વાસ્થ્ય, પશુ પોષણ, પશુ સંવર્ધન અને સહકારી સેવાઓના વિભાગના એનડીડીબીના નિષ્ણાતોએ વિવિધ પ્રકારની ચિંતાઓને તાત્કાલિક ઉકેલવા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રવર્તમાન પડકારો સાથે કામ પાર પાડવાના માર્ગો અંગે ચર્ચા કરી હતી. આ 45 મિનિટના વેબિનાર પ્રસારણએ 1664ની ટોચની લાઇવ વ્યૂઅરશિપ પ્રાપ્ત કરી લીધી હતી અને 925 કલાકના કુલ વૉચ ટાઇમની સાથે 24 કલાકમાં તેના કુલ વ્યૂઝ 18000ને પાર થઈ ગયા હતા. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને અસમના પશુપાલકો અને અન્ય હિતધારકોએ તેમાં ભાગ લીધો હતો.