ગુજરાત

gujarat

ETV Bharat / state

NDDBની શાખા કંપની IDMCનું જિલ્લા આરોગ્ય ક્ષેત્રમાં અદભુત યોગદાન - Indian Dairy Sector

કંપનીની સમાજ પ્રત્યેની જવાબદારીઓને નિભાવા માટે સરકારે કોર્પોરેટ સામાજિક જવાબદારી ફંડ ફાળવવાનું પ્રવધાન કર્યું છે. જેના ભાગ રૂપે આણંદમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના વડા મથક ખાતે આજે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુઘડ બનાવવા માટે ભારતિય ડેરી ક્ષેત્રે (Indian Dairy Sector) મશીન ઉત્પાદનમાં અગ્રણી કંપની એવી IDMC દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 10 જેટલા પ્રથામીક આરોગ્ય કેન્દ્રો (PHC)ને ECG મશીન આપવામાં આવ્યા હતા.

NDDBની શાખા કંપની IDMCનું જિલ્લા આરોગ્ય ક્ષેત્રમાં અદભુત યોગદાન
NDDBની શાખા કંપની IDMCનું જિલ્લા આરોગ્ય ક્ષેત્રમાં અદભુત યોગદાન

By

Published : Dec 25, 2022, 1:39 PM IST

NDDBની શાખા કંપની IDMCનું જિલ્લા આરોગ્ય ક્ષેત્રમાં અદભુત યોગદાન

આણંદ:NDDBની (National Dairy Development Board) સબસિડરી કંપની IDMC કે જે ડેરી વ્યવસાયમાં ઉપયોગી મશીનનું ઉત્પાદન કરે છે, જે કંપનીના CSR ફંડ માંથી આજરોજ નિવેદિતા ફાઉન્ડેશન થકી જિલ્લાના ગ્રામ્ય સ્તરે હ્રદય રોગના નિદાન માટે હોસ્પિટલમાં પ્રાથમિક જરૂરિયાતની પૂરતી કરતું ECG મશીન આપવામાં આવ્યા હતા. IDMC દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય સ્તરે હ્રદય રોગનું નિદાન (Diagnosis of heart disease) શક્ય બને અને હ્રદય રોગના નિદાન માટે ગ્રામ્ય સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે 10 જેટલા phc હેલ્થ સેન્ટર પર સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત આધુનિક ECG મશીન આપવામાં આવ્યા હતા.

દર્દીના રોગનું ઝડપી નિદાન: આણંદમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના (National Dairy Development Board) વડા મથક ખાતે આજે IDMCના સહયોગથી 10 જેટલા ECG મશીન જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આવેલ PHC હેલ્થ સેન્ટરને દાનમાં આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના વડા મિનેશ શાહે જણાવ્યુ હતું કે, આ મશીન આધુનિક ટેકનોલોજીની સુવિધાઓ ધરાવે છે જે તમામ ECGની ડિજીટલ કોપી નિષ્ણાતને સોફ્ટવેર થકી પહોંચી જસે જે થકી દર્દીના રોગનું નિદાન કરવું વધુ ઝડપી બની રહેશે અને દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર તુરંત મેળવવામાં મદદ ઉભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો: આ મશિન આણંદ જિલ્લાના 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (ECG machines provided to Primary Health Centres) પર આપવામાં આવ્યા હતા. જેમાં નાર, નાવલી, વડોદ સારસા, વગેરે PHC હેલ્થ સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે નાવલી PHCમાં ડોક્ટર તરિકે ફરજ બજાવતા તબીબ ડો. દૃષ્ટિએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે phc કેન્દ્ર પર ECG મશીન ઉપલબ્ધ થવાથી હૃદય રોગના દર્દીઓના નિદાન અને સારવાર માટે સારી સૌલત ઉભી થશે. સમગ્ર આયોજન બદલ NDDB અને IDMCનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details