ચાલુ વર્ષે આણંદમાં જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખુબ જ મોટા પાયે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે, જેમાં હજારો ખેલૈયાઓ ગરબા-રાસનો આનંદ માણે છે. ત્યારે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘુમતા હોવાથી સુરક્ષાની પણ કાળજી જરુરી હોય છે. જેથી આણંદમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજિત આ ગરબા આયોજનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવી છે.
આણંદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા કરાયું નવરાત્રીનું આયોજન - anand distric police
આણંદઃ નવરાત્રી એટલે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માઁ દુર્ગાની પૂજા-અર્ચના કરવાનો રૂડો અવસર.આધુનિક સમયમાં સામાન્ય રીતે શેરી ગરબાનું ચલણ ઘટી રહ્યું છે અને દિવસે-દિવસે પાર્ટી પ્લોટ ગરબાએ જોર પકડ્યું છે. જેથી આણંદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
anand distric police
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આયોજિત થતા આણંદના પોલીસ ગ્રાઉન્ડના ગરબા શહેર તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આ વર્ષે અમદાવાદનું પ્રખ્યાત સંગીતકાર ગ્રુપ નિકેતન આચાર્ય ગ્રુપ દ્વારા ખેલૈયાઓમાં ખૂબ જ લોકપ્રિય પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવી રહી છે.
Last Updated : Oct 3, 2019, 7:44 PM IST