આણંદ:ગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં (Navratri in Tarapur) આવી રહી છે. કોરોનાના કપરા કાળ બે વર્ષ બાદ ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. જોકે આ દરમિયાન આણંદના તારાપુરમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આણંદના તારાપુરમાં ગરબા દરમિયાન લાઈવ મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી છે. (Tarapur Youth playing garba death)
આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક મોત ભેટયો કેવી રીતે બનાવ બન્યો મળતી માહિતી મુજબ તારાપુર મોરજ રોડ ઉપર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવક ગરબા રમતા રમતા કોઈ કારણસર ચકકર આવ્યા અને તે નીચે પડી ગયો હતો. જેને હોસ્પિટલમાં લઈ જતાં (Navratri 2022 in Tarapur)પહેલા જ મોતને ભેટ્યો હતો. જે ઘટનાનો લાઈવ વિડિયો તારાપુર પંથકમાં પ્રસરી જતા ગરબા મંડળોમાં ધેરા શોકની લાગણી પ્રવર્તી જવા પામી હતી. જેને લઈને વિવિધ ગરબા મંડળોએ આ દુઃખદ ઘટનો વિડિયો જોઈ મોતને ભેટેલા યુવકના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરી હતી. તેમજ તેના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.
યુવાનને ચક્કર આવતા જમીન પર ઢળી પડ્યો વાઇરલ વિડિયો સાથે ફરતા મેસેજ અનુસાર આ ઘટના (Death video of Tarapur) ગત 30 તારીખે રાત્રીના ગરબા રમતા સમયે બની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મોજથી ગરબા રમતા યુવાનો નજરે પડી રહ્યા હતા અને અચાનક ગરબે ઘૂમી રહેલા ખેલૈયામાંથી એક યુવાનને ચક્કર આવતા તે ઘડી પડતો હોય તેમ જમીન પણ ઢળી પડે છે અને મૃત્યુ નીપજે છે. આ વિડિઓ હાલ તારાપુર પંથકમાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે. (Navratri death in Tarapur)
મહારાષ્ટ્રમાં પણ મૃત્યુઃવિરારમાં પિતા-પુત્રનું કમનસીબ મોતની ઘટના સામે આવી છે. ગરબા રમતા પુત્રને હાર્ટ એટેક આવ્યો હતો, જે સાંભળીને પિતાને પણ હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થયું હતું. આ ચોંકાવનારી ઘટના વિરાર પશ્ચિમના ગ્લોબલ સિટી વિસ્તારમાં બની હતી. વિરાર વેસ્ટના ગ્લોબલ સિટીમાં રહેતો મનીષ નરપત જૈન રાત્રે બિલ્ડિંગના આંગણામાં ગરબા રમી રહ્યો હતો. આ સમયે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો. આ સમયે તેના પિતા, ત્યાં રહેલા નાગરિકો તેને વિરારની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા. સારવાર પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. દીકરાનું મોત નિહાળતાં તેના પિતા નરપત જૈનને પણ હાર્ટ એટેક આવતા તેઓ ભાંગી પડ્યા હતા. આ ઘટનામાં તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક જ દિવસે પરિવારના બે સભ્યોના કમનસીબ મોતથી શોકની કાલીમા છવાઈ ગઈ હતી છે. પાલઘર જિલ્લાના વિરાર શહેરમાં એક ગરબા ઈવેન્ટમાં ડાન્સ કરતી વખતે એક 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી.