ભારત દેશમાં મિલ્ક રિવોલ્યુશનના પ્રણેતા સ્વર્ગસ્થ ડૉ. વર્ગીસ કુરિયનની 98 મી જન્મ જયંતી નિમિત્તે અમૂલ દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડૉ.કુરિયરના ગ્રામીણ વિસ્તાર અને પશુપાલકોના આર્થિક વિકાસ માટે કરેલ કાર્યોને ૫૦ જેટલા શખ્સોએ વારાણસીથી મોટરસાયકલ યાત્રાની શરૂઆત કરી આજે નેશનલ મિલ્ક ડે ના રોજ મિલ્ક રિવોલ્યુશનના કેપિટલ તરીકે જાણીતા આણંદ શહેર ખાતે ઉજવાઇ રહેલ નેશનલ મિલ્ક ડે માં સામેલ થવા માટે આવી પહોંચ્યા હતા.
12 દિવસ સુધી ૨૭00 કરતાં વધુ કિમીનો પ્રવાસ કરી ડૉ.કુરિયર દ્વારા કરેલ કાર્યોનો પ્રચાર અને ડૉક્ટર કુરિયરનો જન્મદિવસ નિમિત્તે આણંદ ખાતે અમુલ ડેરી અને ગુજરાત મિલ્ક ફેડરેશનના ઉપક્રમે nddb ખાતે યોજાઇ રહેલા ડોક્ટર કુરિયરની યાદમાં ઉજવાતો નેશનલ મિલ્ક ડે માં સામેલ થવા બાઇક સવારોને ટ્રોલી આવી પહોંચી હતી. જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં 50 bike rider ભાગીદાર થયા હતા.
યાત્રાની શરૂઆત ૧૫મી નવેમ્બર વારાણસીથી થઈ હતી. જે આજે નેશનલ મિલ્ક ડે ના દિવસે મિલ્ક કેપિટલ આણંદ ખાતે તેનું સમાપન થયુ હતું. 12 દિવસમાં 2700 કરતાં વધારે કિલોમીટરનો પ્રવાસ કરી ૫૦ જેટલા બાઈક રાઈડર આજે આણંદ આવી પહોંચ્યા હતા. ત્યારે અમુલ ડેરી અને nddb દ્વારા આ બાઈકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
'નેશનલ મિલ્ક ડે' ની અમુલ દ્વારા ઉજવણી કરાઈ ભારતના કરોડો ખેડૂતોના જીવનમાં ખુશાલી લાવનાર અને દૂધ ક્રાંતિને જન્મ આપનાર ડૉક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં ઉજવાતા નેશનલ મિલ્ક ડે ના દિવસે ડોક્ટર આર.એસ શોઢીએ કુરિયન સાહેબના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ડોક્ટર વર્ગીસ કુરિયન ખૂબ જ દીર્ઘદ્રષ્ટા હતા અને આઝાદી પછી દેશમાં સર્જાયેલ દૂધની અછતને દૂર કરવા માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા હતા. જેના પરિણામે આજે ભારત દેશ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક આંકડા નોંધાવવામાં સફળ રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવતા સેલિબ્રેટિંગ ડૉ.કુરિયનર્સ 'નેશનલ મિલ્ક ડે' મા બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ વર્ષે ડોક્ટર કુરિયરના જન્મ સ્થળથી આણંદ 2800 km અને બીજા વર્ષે કાશ્મીરથી આણંદ તથા કચ્છ ગુજરાતથી આણંદ સુધીનો પ્રવાસનું સફળ આયોજન થયેલ હતું. જ્યારે આ વર્ષે 50 બાઈક રાઈડરઓ દ્વારા વારાણસીથી ૨૭00 કિલોમીટરનો 12 દિવસ સુધી બાઇક ચલાવીને નેશનલ મિલ્ક ડે ના રોજ આણંદ મુકામે આવી પહોંચ્યા હતા.