આણંદ SVITમાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ તથા સ્પોર્ટ્સથી એકજૂટતા ( Unity from Sports ) ઉજવણીનો કાર્યક્રમમાં રાષ્ટ્રીયસ્તરના 100થી પણ વધુ ખેલાડીઓની વિશેષ ટીમ (National Games Awareness Program at Anand SVIT) ઉપસ્થિતિ રહી હતી.ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ ( 36th National Games ) નું આયોજન થયું છે ત્યારે યુવાઓમાં ખેલ રુચિ વધે તે માટે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગર્ત શાળાકોલેજોમાં આના માટેના જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ હેઠળ યુવાઓમાં ખેલ પ્રત્યે રસરુચિ વધે તેવા પ્રયત્ન થઇ રહ્યાં છે. એસવીઆઇટીમાં આણંદ ડીએસડીઓ સ્પોર્ટ્સથી એકજૂટતા ઉજવણી ( Unity from Sports ) કાર્યક્રમ હેઠળ દિગ્ગજ ખેલાડીઓ સાથે ભવ્ય પ્રોગ્રામ નાની નાની સ્કૂલ- કોલેજોમાં યોજાઇ રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનોમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ કેળવવાનો છે. આવો જ એક પ્રયાસ એસવીઆઇટી (National Games Awareness Program at Anand SVIT) ખાતે કરવામાં આવ્યો હતો. જ્યાં મુખ્ય અતિથિ તરીકે આણંદ ડીએસડીઓ ચિંતન મહેતા ( Anand DSDO Chintan Mehta ) વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આટલી રમતો રમાઈ આ પ્રસંગે SVIT ના રાષ્ટ્રીયસ્તરના 100થી પણ વધુ ખેલાડીઓની વિશેષ (National Games Awareness Program at Anand SVIT) ઉપસ્થિતિ રહી હતી. કુલ 900થી પણ વધુ ખેલાડીઓ ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, વોલીબોલ અને રસ્તા-ખેચ જેવી વિવિધ રમતો રમી હતી.
આણંદ ડીએસડીઓ પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે ચેસ અને ટેબલ ટેનિસ રમ્યા વિદ્યાર્થીઓને સલાહSVIT વાસદના અધ્યક્ષ ચેરમેન રોનકભાઈ પટેલ અને ચિંતન મહેતા આણંદ ડીએસડીઓ પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે ચેસ અને ટેબલ ટેનિસ રમ્યા હતાં. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને પોતાના જીવનકાળમાં કમસેકમ એક રમત હંમેશા રમતા રહેવું જોઇએ જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને રમતગમતના માધ્યમથી નવા મિત્રો સાથે પરિચય થાય. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીપીઇ ડૉ. વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી SVIT વાસદના અધ્યક્ષ રોનકકુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકકુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહમંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, સતીષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની અને સમસ્ત SVIT પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં (National Games Awareness Program at Anand SVIT) આવી હતી.