અમૂલ દૂધના કાઉન્ટર પર N-95 માસ્કનું થશે વેચાણ - latest news of anand
કોરોના વાયરસ સામે રક્ષણ આપતું N95 માસ્કનું વેચાણ હવે અમૂલ દ્વારા તેના દૂધના પાર્લર પર કરવામાં આવશે. N95 માસ્ક દરેક અમૂલ પાર્લરમાં વેચાશે જેથી જરૂરિયાતમંદ લોકોને સહેલાઇથી માસ્ક મળી રહે.
![અમૂલ દૂધના કાઉન્ટર પર N-95 માસ્કનું થશે વેચાણ amul milk shops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7263075-267-7263075-1589887881799.jpg)
અમૂલ દૂધની દુકાનો પર N95 માસ્કનું થશે વેચાણ
આણંદઃ N95 માસ્કની માગમાં સતત થઇ રહેલા વધારાને પહોંચી વળવા અમૂલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેથી N95 માસ્ક માત્ર 65 રૂપિયામાં વેચાશે જેથી બજારમાં ગ્રાહકને માસ્ક ખરીદવામાં સરળતા મળી રહે. સરકારની અપીલને માની અમૂલના દરેક પાર્લરમાં માસ્કનું વેચાણ કરાશે.
અમૂલ દૂધની દુકાનો પર N95 માસ્કનું થશે વેચાણ