- કોરોનાને વધતો રોકવા ગામડા બન્યા કટિબદ્ધ
- મુખ્યપ્રધાનના આહવાન પર યુવાનો એ શરૂ કર્યું આસોલેસન સેન્ટર
- મારુ ગામ કોરોના મુક્ત ગામ માટે કામગીરી કરી શરૂ
આણંદ: વર્તમાન સમયમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આણંદ જિલ્લામાં દર્દીઓની સંખ્યા પણ ચિંતા જનક રીતે વધી રહી છે. જિલ્લામાં ફક્ત મે માસના પ્રથમ 6 દિવસ માંજ 934 કેસ સામે આવી ચુક્યા છે. ગુજરાત સ્થાપના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામના આહવાન પર હવે ગ્રામ્ય સ્તરે લોકો જાગૃત બન્યા છે.
ગામ લોકોએ જ જવાબદારી ઉપાડી
બોરસદ તાલુકામાં આવેલું ગાજણા ગામ" મારું ગામ કોરોના મુક્ત ગામ"ને બરોબર અમલવારી કરી રહ્યું છે. આ ગામે પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે, આ ગામે યુવાનોની ટીમ કોવિડ કેર સેન્ટરની સેવામાં ચોવીસ કલાક કાર્યરત રહે છે. અહીં 12 જેટલા ગ્રામજનો આઈસોલેટ થયા છે તેઓને બે વખત ભોજન અને ચા નાસ્તો તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આણંદ જિલ્લાના આગેવાન અને આણંદ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડા તરફથી ભોજન સહિતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રિયાલિટી ચેકઃ આણંદની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ