આણંદ:આણંદમાં સાંઈબાબા મંદિરમાં છેલ્લાં 10 વર્ષથી સાફસફાઇનું કામકાજ કરતા સેવક કમલેશને વિક્રમ મહારાજના અન્ય મહારાજ સાથેના સમલૈંગિક સંબંધોની જાણ થઈ જતાં તે અવાર-નવાર ટોર્ચર કરતો હોય આખરે કંટાળીને કમલેશનેની હત્યા (Murder Case Anand) કરી નાંખવામાં આવી હતી.
આણંદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી
આણંદ પોલીસે આ હત્યામાં ઝીણવટ ભરી તપાસ (Anand police conducted a thorough investigation) કરીને સાંઇબાબા મંદિરના વિક્રમ મહારાજની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યા વિક્રમ મહારાજ દ્વારા જ કરવામાં આવી હોવાનું ખુલવા પામતાં શહેર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ માટે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર ૨૩ ડિસેમ્બરના રોજ સાંઈબાબા મંદિર પાછળથી મંદિરના સેવક કમલેશભાઈ ચંદુભાઈ રાઠોડ (ઉ. વ. ૩૭)ની શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે શહેર પોલીસે પ્રથમ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં છાતી ઉપર બળપ્રયોગને કારણે પાંસડીઓમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ તેમજ ફેફસાં પણ ભાંગી જવા પામ્યા હતા. જેના કારણે મોત થયાનું ખુલવા પામ્યું હતુ.
આણંદ શહેર પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ કરી
આ અંગે આણંદ શહેર પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ કરતાં મરણ જનારના ભાઈ મહેશભાઈએ કમલેશ મંદિરના મહારાજ વિક્રમ મહારાજ સાથે જ મોટાભાગે રહેતો હતો અને તેમની સાથે જ મંદિરના સેવકનું કામકાજ કરતો હતો.જેને લઈને તેમના વિરૂધ્ધ શંકાને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ વિક્રમ મહારાજને પુછપરછ માટે બોલાવીને યુક્તિ-પ્રયુક્તિથી સવાલ-જવાબ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે જ કમલેશની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.