ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુકરમાઇકોસીસ એક ઑપોર્ચ્યુનેટિવ ઇન્ફેક્શન છે,જે ખૂબ ઝડપથી વધે છે:નિષ્ણાત - immunity

કોરોના પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે દર્દીઓને મ્યુકરમાઇકોસીસ રોગ થાય છે. આ રોગ ચેપી નથી અને જો યોગ્ય સારવાર કરવામાં આવે તો 80 ટકા દર્દીઓને બચાવી શકાય છે.

xx
મ્યુકરમાઇરોસીસ એક ઑપોર્ચ્યુનેટિવ ઇન્ફેક્શન છે,જે ખૂબ ઝડપથી વધે છે:નિષ્ણાત

By

Published : May 30, 2021, 9:51 AM IST

Updated : May 30, 2021, 10:56 AM IST

  • મ્યુકરમાઇરોસીસએ ચેપી રોગ નથી
  • કોરોના દર્દીઓને વધુ જોવા મળે છે આ રોગ
  • દર્દીઓની 80 ટકા બચવાની સંભાવના

આણંદ: કોરોના ( Corona ) દર્દીઓ સામે સારવાર મેળવ્યા બાદ એક મોટો ખતરો ઉભો થયો છે. કોરોનાથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓ મ્યુકરમાઇકોસીસ (Mukarmycosis) ની ગંભીર ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે, ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર મ્યુકરમાઇરોસીસ એ ઑપોર્ચ્યુનેટિવ ઇન્ફેક્શન છે.

ઓછી રોગ પ્રતિકારક શક્તિના કારણે ફેલાય છે

મ્યુકરમાઇરોસીસ બીમારી અંગે માહિતી આપતા નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ ડૉ.ધવલ ગોહિલે જણાવ્યું હતું કે,બીમારીઓમાં ત્રણ પ્રકારનું ઇન્ફેક્શન ફેલાય છે જેના માટે બેક્ટેરિયા વાઇરસ અને ફન્ગલ ઇન્ફેક્શન જવાબદાર હોય છે. જે રીતે કોરોના દર્દીના સંપર્કમાં આવવાથી ફેલાય છે તે રીતે મ્યુકરમાઇરોસીસ ફેલાતું નથી. કોરોનાકાળમાં દર્દ ઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી આ ફૂગ દર્દી પર હાવી થઈ જાય છે, અને દર્દીઓ ગંભીર રોગની ઝપેટમાં આવી જાય છે.

આ પણ વાંચો : 'ફંગસ' એ કોઈ નવો રોગ નથી, 100 વર્ષથી પણ જૂનો છે ઇતિહાસ

ચેપી રોગ નથી

મ્યુકરમાઇરોસીસ ચેપી રોગ નથી, આ બિમારીના જીવાણું સામાન્ય વાતાવરણમાં હોય છે, જે વ્યક્તિ ની રોગપ્રતિકારક શક્તિ ના કારણે અસર કરી શકતા નથી. કોરોનાની સારવારમાં દર્દીઓ પર સ્ટીરોઇડ અને ચોક્કસ ઇન્જેક્શનના ઉપયોગના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને દર્દી મ્યુકરમાઇરોસીસની ઝપેટમાં આવી જાય છે.

મ્યુકરમાઇરોસીસ એક ઑપોર્ચ્યુનેટિવ ઇન્ફેક્શન છે,જે ખૂબ ઝડપથી વધે છે:નિષ્ણાત

આ પણ વાંચો : મ્યુકરમાયકોસીસ કેમ અને કોને થાય છે ?

નાક મારફતે ફૂગ શરીરમાં જાય છે

મ્યુકરમાઇરોસીસની મુખ્યત્વે અસર નાક આંખ અને મગજ પર જોવા મળે છે. ખૂબ ઓછા કિસ્સામાં આ બીમારી દર્દીઓને ત્વચા પર તેમાં લક્ષણો બતાવે છે,જે અંગે માહિતી આપતા ડૉ,ધવલ ગોહેલ જણાવે છે કે આ બિમારી શરીરના વાઈટલ અંગો પર જોવા મળે છે,જેમાં ફૂગ દર્દીના નાક મારફતે દર્દીના શરીરમાં પ્રવેશી નાક આંખ અને મગજ સુધી પહોંચી જાય છે. આ રોગની સારવારમાં જો દર્દીના શરીરનો કોઈ અંગ વધુ સંક્રમિત બન્યો હોય તો તેને સર્જરી કરી દૂર કરવાની જરૂર પડે છે,અન્ય સારવારમાં દર્દીને ચોક્કસ ઇન્જેક્શનની સારવાર થી પણ સ્વસ્થ કરવામાં આવે છે,જે સારવાર પૂર્ણ કરવી આવશ્યક છે 30 દિવસ સુધી આ ઇન્જેક્શન નો પૂરો કોર્ષ કરવો દર્દી માટે ફાયદાકારક છે જે અધૂરી રાખવી દર્દી સામે જોખમ ઉભું કરે છે.

80 ટકા બચવાની સંભાવના

ડોકટરે જણાવ્યું હતુંકે આ બિમારીમાં દર્દીને યોગ્ય સારવાર મળી જાય તો દર્દીના બચવાની 80 ટકા શકયતા વધી જાય છે, પરંતુ યોગ્ય સારવાર ન મળે અથવા અધૂરી સારવાર મળે તો દર્દી ના જીવ સામે તેટલોજ ખતરો ઉભો કરે છે. સામાન્ય કાળજી રાખી આ બીમારીના સંક્રમણ થી બચી શકાય છે. દર્દીને શુદ્ધ વાતાવરણમાં રાખવામાં આવે, બિનજરૂરી ઓક્સિજનનો ઉપયોગ કરવો પણ આ બીમારી ને વધારે છે. ઓક્સિજન જે પ્રમાણે દર્દી ને ફાયદો આપેછે તે સાથે સાથે મ્યુકર ને પણ વધારે છે, માટે કોવિડ દર્દીઓમાં મ્યુકરમાઇરોસીસના કેસ વધુ જોવા મળે છે.

જાણો વર્લ્ડમાં ત્રીજી અને દેશની પ્રથમ સર્જરી આણંદમાં આવી સામે

કોરોનાની મહામારીએ માનવ જીવન પર ગંભીર અસરો ઉભી કરી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ બીમારીની પીડા ન કહેવાય કે ના સેહવાઈ એ હદ સુધી હાવી બની રહી છે. અમુક પરિવારમાં દર્દીનો જીવ બચાવવો કે આર્થિક સ્થિતિ સાચવવી તે એક પ્રશ્ન બની જાય છે. મૂળ રાજકોટના અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા દોશી પરિવારે કોરોના અને મ્યુકરમાઇકોસિસ(Mucormycosis)બન્ને બીમારીઓની આર્થિક, માનસિક અને શારીરિક આપદાનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.

આ પણ વાંચો : ખુબ જ ગંભીર મ્યુકરમાઇકોસિસ: જાણો વર્લ્ડમાં ત્રીજી અને દેશની પ્રથમ સર્જરી આણંદમાં આવી સામે

મળતી માહિતી મુજબ, વિમલભાઈના પરિવાર પર આવી પડેલી આ મુસીબતમાં પરિવાર ખુબજ નાજુક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. વિમલભાઈ પર એક બાદ એક 7 જેટલી સર્જરી થઈ ચૂકી છે. અત્યારસુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હજુ પરિવારના જણાવ્યા પ્રમાણે 10થી 12 લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.

Last Updated : May 30, 2021, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details