ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતના ગોલાણા ખાતે 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા - આણંદ ભાજપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં આવી રહી છે, ત્યારે ભાજપ-કોંગ્રેસમાં જોડ-તોડની નીતિ શરૂ થઇ છે. જે અંતર્ગત આજે ગુરુવારે ખંભાતના 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.

ETV BHARAT
ખંભાતના ગોલાણા ખાતે 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

By

Published : Feb 4, 2021, 6:56 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ખંભાત કોંગ્રેસમાં વધુ એક ફટકો
  • જિલ્લા ભાજપા પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
  • ભાજપના કાર્યકરોએ તમામ લોકોને ખેસ પહેરાવી આવકાર્યા

આણંદઃ ભાજપનો ગઢ ગણાતા ખંભાતમાં વિધાનસભા તેમજ નગરપાલિકામાં ભાજપે સુકાન સંભાળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 25 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ખંભાતમાં તોડ-જોડની નીતિ શરૂ થઈ છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે ગુરુવારે ખંભાતના ગોલાણા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ તેમજ ખંભાત ધારાસભ્યની ઉપસ્થિતિમાં સહકારી અગ્રણી રાજેન્દ્રસિંહ પરમાર તેમના 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. જેથી ખંભાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો સહન કરવો પડ્યો છે.

ખંભાતના ગોલાણા ખાતે 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

500થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમના 200 કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ આજે કેડીસીસી બેન્ક- એપીએમસી ડિરેક્ટર એવા સહકારી અગ્રણી રાજેન્દ્રસિંહ પરમાર, NSUIના મહામંત્રી વિરલસિંહ રાઓલ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર અજીતસિંહ વણાર, એપીએમસી ડિરેક્ટર સંદિપસિંહ બળવંત સિંહ ગોહિલ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર સરદારસિંહ ભગવત સિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર વિનોદસિંહ ચૌહાણ સહિત અન્ય 500થી વધુ કાર્યકરો આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, સાંસદ મિતેષ પટેલ, ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ, કાઉન્સીલર રાજભા દરબાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ પહેરી વિધિવત રીતે ભાજપામાં જોડાયા હતા.

ભાજપથી પ્રેરાઈને ભાજપ સાથે જોડાયા

આ પ્રસંગે રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, તે ખેડૂતોના પ્રશ્નો માટે ગાંધીનગર તેમજ ભાજપ કાર્યાલય જતા ત્યારે તાત્કાલિક તેનું સમાધાન થતું. આ ઉપરાંત વિકાસ લક્ષી કાર્યોથી પ્રેરાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિચારોથી પ્રેરાઈને તે ભાજપમાં જોડાયા છું.

ABOUT THE AUTHOR

...view details